ભાજપ સ્નેહમિલન સમારોહ યોજાઇ રહ્યો છે. શહેર ભાજપમાં સ્નેહ મિલન સમારોહ આગમી નવમી નવેમ્બર સુધી યોજશે. ત્યારે તાજેતરમાં ચાંદખેડા વોર્ડમાં ભાજપના નુતન વર્ષ નિમિતે સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. સ્નેહ મિલન સમારોહમાં ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહ મિલન સમારોહમાં નુતન વર્ષની શુભેચ્છા પાઠવતા ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સ્ટેજ પરથી હુંકાર ભરીને નાગરિકો સાથે રહેવાની વાત કરી કરતાં જણાવ્યું હતું કે, જા વિસ્તારમાં કોઈપણ ગરીબ કે સામાન્ય વ્યક્તિને જા અસામાજિક તત્વો હેરાન કરતા હોય અથવા તેમને રંજાડતા હોય તો હું તમારી પડખે છું.આ ઉપરાંત તેમણે જણાવ્યુ છે કે, જા હપ્તાખોરી કરતા હોય તો મને કહેજા હું પાછો નહીં પડું.ક્યાંય પણ જો દારૂના અડ્ડા ચાલતા હોય તો મને કહેજા હું જાતે આવીશ.
કાર્યકર્તાએ મને કહ્યું હતું તો હું જાતે ગાડી ચલાવીને ગયો હતો. જેથી મને કહેજા હું જાતે એકલો આવીશ. તમારા ઘરની બાજુમાં કોઈપણ અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોય તો તમે એવું માનતા હોય કે મારે શું તો એવું ના વિચારતા. એ ઝેર તમારા ઘર સુધી પણ પહોંચી શકે છે.
જેથી કોઈપણ અસામાજિક પ્રવૃત્તિ તમારા ઘરની બાજુમાં ચાલતી હોય તો જાણ કરજા. દરેકને વ્યસન મુક્ત જમાઈ જાઈએ છે. પરંતુ કોઈને વ્યસન મુક્ત કરવા નથી.એમએલએ તરીકે મારી માત્ર રોડ, પાણી, ગટર, લાઈટ માટેની જવાબદારી નથી. તમારા જાનમાનના રક્ષણની પણ મારી જવાબદારી છે.
ભાજપનો દરેક કાર્યકર રાષ્ટ્રવાદને વરેલો છે. જેથી જ્યાં પણ અસામાજિક પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં દરેક લોકોએ સાથે રહેવાની આપણી ફરજ છે. તમે બધાએ મને અહીંયા ધારાસભ્ય બનાવ્યો છે. તમામ પ્રાંત અને તમામ વર્ગના લોકો અહીંયા છે જેથી મારે તમામ લોકોનું ધ્યાન રાખવું જે મારી જવાબદારી છે. આમ શહેરના ચાંદખેડા વોર્ડમાં યોજાયેલા નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકરના મુખેથી ફરી એકવાર વ્યસન મુક્તિ અંગે વાત સાંભળવા મળી.