નવી દિલ્હીઃ દેશમાં સ્થાવર મિલ્કતોની ખરીદી-નોંધણી સહિતની પ્રક્રિયાને ખૂબજ ગુચવણભરી તથા માનસિક રીતે પણ કસ્ટદાયી હોવાનું મંતવ્ય આપતા અને તેમાં છેતરપીંડી દગાબાજી થવાની શકયતા સૌથી વદુ હોવાનો પણ અભિપ્રાય સાથે સર્વોચ્ચ અદાલતે તેવા વ્યાપક સુધારા કરીને ટેકનોલોજી આધારિત, સરળ પારદર્શક તથા છેતરપીંડીનો અવકાશ જ રહે નહી તે નિશ્ચિત કરવા સરકારને જણાવ્યું છે.
ખાસ મિલ્કતની નોંધણી (રજીસ્ટ્રેશન)ને તેની માલીકીનો આખરી પુરાવો બની રહે તે જોવા તાકીદ કરી છે.
સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ બી.એસ.નરસિમ્હાની ખંડપીઠે ખાસ કરીને મિલ્કતના રજીસ્ટ્રેશન અને માલીકીપણા ઘણી દ્વીધાભરી વ્યાખ્યા- કાનુની દ્વીઅર્થી અર્થઘટન હોવાનું મંતવ્ય વ્યક્ત કરતા સર્વોચ્ચ અદાલતની ખંડપીઠે જણાવ્યું હતું કે હાલ મિલ્કતનું રજીસ્ટ્રેશન એ માલીકીપણાને પ્રદર્શિત કરતું નથી.
તેનાથી અનેક કાનુની મુદાઓ સર્જાય છે. જેના કારણે અદાલતી કેસ બને છે. દેશમાં હાલ 66% સિવિલ કેસ આ પ્રકારના અર્થઘટનના વિવાદના કારણે જ અદાલતોમાં આવ્યા છે. તેથી રજીસ્ટર થયેલા દસ્તાવેજ-ટાઈટલને જે માલીકીપણાનો આખરી પુરાવો ગણાવો જોઈએ તે સ્થિતિ હવે ટેકનોલોજી આવવાથી સરળ રીતે અપનાવી શકાય છે.
આ ચૂકાદો લખતા ન્યાયમૂર્તિ નરસિમ્હાએ જણાવ્યું કે સ્થાવર મિલ્કતના ખરીદ વેચાણમાં પારદર્શકતા અને કાર્યક્ષમતાને મહત્વ મળવું જોઈએ. જે સીસ્ટમની પીઢતા દર્શાવે છે અને લોકોને કાનુની આયખુ પુરુ પાડીને તેમાં વિશ્વાસ પેદા કરવો જોઈએ.
બિહારમાં મિલ્કતના વેચાણ કે તબદીલી સમયે `જમાબંધી’ જે એક સરકારી દસ્તાવેજ છે. જેમાં જમીનને સંદર્ભની તમામ માહિતી- રેકોર્ડસ ઓફ રાઈટસ તરીકે ઓળખાય છે તેને ફરજીયાત બનાવતા આદેશને રદ કર્યા હતા.
સર્વોચ્ચ અદાલતે કહ્યું કે હાલનું કાનુની માળખું જ મિલ્કત ખરીદ વેચાણને સીસ્ટમમાં રહેલી ક્ષતિઓના કારણે વિવાદમાં ધસડે છે. જેનાથી જવાબદેહી અને પારદર્શકતા બન્નેને અસર થાય છે.
કેન્દ્ર સરકાર તથા કાનૂન પંચે બ્લોક ચેઈન સહિતની ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિલ્કત ખરીદ-વેચાણ સંબંધી જે સમસ્યાઓ છે તેને ઉકેલવી જોઈએ. જેનાથી બોગસ-બનાવટી દસ્તાવેજો-જમીનમાં દબાણ વચેટીયાઓની ભૂમિકા વિ. સામે કામ લઈ શકાશે.