સાયબર સેન્ટર ઑફ એક્સેલન્સની ટીમે તાજેતરમાં એક ટોળકીને પકડ્યા બાદ હવાલા ઑપરેટરને દબોચ્યો તો Crypto Wallet ની માહિતીએ પોલીસને ચોંકાવી દીધી. ગુજરાત સાઇબર સેન્ટર ઓફ એક્સલન્સની (Gujarat Cyber Center of Excellence) આ મોટી સફળતા મામલે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ (DyCM Harshbhai Sanghvi) ટ્વીટ કરી માહિતી આપી છે.
ગુજરાત સ્ટેટ સાયબર સેલ એટલે કે, Cyber Center of Excellence એ રાજ્યમાં ફેલાયેલા હવાલા નેટવર્કને નેસ્તનાબૂદ કરવાની મુહીમ ઉપાડી છે. એપીએમસી લખતર (APMC Lakhatar) ખાતે બોગસ પેઢી ખોલાવીને Cyber Fraud ના કરોડો રૂપિયા દેશ બહાર મોકલાનારી ટોળકીના 6 સભ્યોને પકડ્યા બાદ એક મોટા માથાને પકડી પાડ્યો છે. ધોરણ 10 પાસ આ આરોપીના મોબાઈલ ફોનમાંથી મળેલી Crypto Wallet ની માહિતીએ પોલીસને પણ ચોંકાવી દીધી છે. સાયબર ગઠીયાઓનું પાકિસ્તાન કનેક્શન કેવી રીતે સામે આવ્યું ? વાંચો આ અહેવાલ…
સૌરાષ્ટ્રની ટોળકી બાદ Crypto Wallet ની માહિતી મળી
સાયબર સેન્ટર ઑફ એક્સેલન્સની જુદીજુદી ટીમો છેલ્લાં કેટલાંક સપ્તાહથી એક માહિતી પર કામ કરી રહી હતી. જેમાં એપીએમસી લખતર (APMC Lakhatar) ખાતે ખોલવામાં આવેલી બોગસ પેઢી અને તેના નામે થયેલાં કરોડો રૂપિયાના આર્થિક વ્યવહારની માહિતી હાથ લાગી. પોલીસ ટીમ તપાસમાં આગળ વધતા પંકજ બાબુભાઈ કથીરીયા (રહે. સુરત મૂળ રહે. સાવરકુંડલા, અમરેલી), મહેન્દ્ર શામજીભાઈ સોલંકી (રહે. ઈન્દીરાનગર, માળીયા ફાટક પાસે, મોરબી), રૂપેન પ્રાણજીવન ભાટીયા (રહે. જીકીયારી, તા.જિ. મોરબી), રાકેશ કાંતીલાલ લાણીયા (રહે. ભડવાણા, તા. લખતર, જિ.સુરેન્દ્રનગર), રાકેશકુમાર ચમનભાઈ દેકાવાડીયા (રહે. ભાડવણ, તા. લખતર) અને વિજય નાથાભાઈ ખાંબલ્યા (રહે. સુરત શહેર) હાથ લાગ્યા. પકડાયેલી ટોળકીની પૂછપરછમાં સુરતના ચેતન ગાંગાણીનું નામ સામે આવ્યું. CCOE Team એ ચેતનને પકડ્યો ત્યારે તેની પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનમાં એક ક્રિપ્ટો વોલેટ (Crypto Wallet) ની માહિતી મળી



