આજના યુગમાં દરેક બાળક મોબાઈલ માંગે છે, હેલ્થી રમતો વિસરાઈ ગઈ છે, ત્યારે અગાઉના વર્ષોમાં મોબાઇલ ન હતો ત્યારે બાળકો રમકડા રમતા હતા, ત્યારે લાકડાના તથા અન્ય રમકડા આજે વિસરાઈ ગયા છે, ઈડર ખાતે લાકડાના રમકડા બનાવનારી ફેક્ટરીઓ અને ઘરગથ્થુ રમકડા બનાવતા અનેક લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે, ત્યારે ગુજરાતના આપણા કાકા એવા સાંસદ અમિતભાઈ શાહ દ્વારા જે ઘરોમાં રમકડાં હોય તેનું એકત્રીકરણ કરીને બાળકો સુધી રમકડા પહોંચે તે માટે સુચના આપતા ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ તથા કાર્યકરો દ્વારા રમકડા ભેગા કરવામાં આવશે, બાળકોમાં મનની મનમાં રહેલી રમતો ઉજાગર થશે, ગાંધીનગરની ઉત્તર વિધાનસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહની પ્રેરણાથી ‘ રમશે બાળક, ખીલશે બાળક‘ ના ભાવ સાથે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સમાવિષ્ટ ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં રમકડા એકત્રીકરણ અભિયાનની અનુપમ પહેલ કરવામાં આવી છે જે અંતર્ગત ધારાસભ્ય રીટાબેન પટેલના માર્ગદર્શન હેઠળ વિધાનસભાના વિવિધ રહેણાંક વિસ્તારોમાં રૂબરૂ જઈ ભાજપ પરિવાર દ્વારા સ્થાનિકો પાસેથી વપરાશમાં ન હોય તેવા રમકડાંનું એકત્રીકરણ કરવામાં આવશે અને આગામી સમયમાં આંગણવાડી અને જરૂરિયાતમંદ બાળકોમાં તેનું વિતરણ કરવામાં આવશે.
રમકડા એકત્રીકરણ અભિયાન અંતર્ગત તા. ૯ નવેમ્બર ૨૦૨૫, રવિવારે સવારે ૧૦.૦૦ કલાકે ગાંધીનગર શહેરના વોર્ડ ૯ માં પ્લોટ નં.૨૬૧/૧, સેકટર ૩ બી અને વોર્ડ ૧૦ માં સવારે ૧૧.૦૦ કલાકે વીર ભગતસિંહ નગર સેકટર ૬ ખાતે બિનવપરાશી રમકડાઓનું એકત્રીકરણ કરવામાં આવશે. આ પ્રસંગે ધારાસભ્ય રીટાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ, મેયર સહિત સંગઠન અને મહાનગરપાલિકાના ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.
આ અભિયાન સંદર્ભે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે જણાવ્યું છે કે, ઘરમાં વપરાશમાં ન હોય પણ હજુ પણ ઉપયોગમાં લઇ શકાય તેવી સ્થિતમાં હોય તેવા રમકડાઓનું દાન કરી આપણે જરૂરિયાતમંદ બાળકોના સ્મિત અને આનંદદાયક બાળપણ માટેનું કારણ બનીએ. આપણા ઘરમાં રહેલું બિનવપરાશી રમકડું એ અન્ય બાળકના બાળપણનું સુખદ સંભારણું બની શકે છે.
