ગાંધીનગર જિલ્લા કોર્ટે આતંકીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા

Spread the love

 

ગાંધીનગર/બનાસકાંઠા

ગુજરાત કે દેશના કોઈ ભાગમાં મોટો આતંકીવાદી હુમલો કરવાની તૈયારીમાં રહેલા ISISના ત્રણ આતંકીઓને ગુજરાત ATSએ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપી પાડ્યા હતા. ત્યારે આજે ગુજરાત ATS દ્વારા આ ત્રણેય આતંકીઓને ગાંધીનગર જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેય આંતકીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો હતો. તો બીજી તરફ રાજ્યના પોલીસ વડા દ્વારા તમામ જિલ્લાના એસપીઓને આતંકીઓ સાથે સંકડાયેલા આરોપીઓનો 100 કલાકમાં ડેટા ડોઝિયર તૈયાર કરવા આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા ગાંધીનગર જિલ્લા કોર્ટે આતંકીઓને રિમાન્ડ પર મોકલી આપ્યા હતા. જોકે, આજે રિમાન્ડ પૂર્ણ થતાં જ આજે કોર્ટ દ્વારા આતંકીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા. તાજેતરમાં પકડાયેલા ત્રણ આતંકીઓની ઘટનાના પગલે રાજ્ય પોલીસ વડા દ્વારા તમામ જિલ્લાના એસપીઓ સાથે વર્ચ્યુઅલ મિટિંગ કરવામાં આવી હતી. જેમાં દેશ વિરોધી તેમજ આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને નોંધાયેલા ગુનાના આરોપીઓનો 100 કલાકમાં ડેટા ડોઝિયર તૈયાર કરવા આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ મથકોમાં નોંધાયેલા આવી ભાંગફોડ તેમજ દેશ પ્રવૃત્તિઓના ગુનેગારોની હાલની કામગીરી તેમજ તેઓની ગતિવિધિ સહિતની નાનામાં નાની વિગતો એકઠી કરી જરૂરી પગલાં ભરવા માટે આદેશ રાજ્યના પોલીસ વડા દ્વારા આપવામાં આવ્યો છે. ગુજરાત ATSએ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી 9 નવેમ્બરના રોજ ISISના ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા ત્રણ આરોપીઓ પૈકીના એક ડો. સૈયદ અહેમદનો ખતરનાક ઈરાદો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ચીનમાં તબીબી અભ્યાસ કરનાર ડો. સૈયદના પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્ક હતા. તે સાઈનાઈડથી ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. મોટું ફંડ એકત્ર કરી ગુજરાત કે દેશમાં મોટો આતંકી હુમલો કરવાનો તેનો ઈરાદો હતો. ઝડપાયેલા ત્રણેય ISKP(ઇસ્લામિક સ્ટેટ-ખોરાસાન પ્રાંત)થી પ્રભાવિત હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *