ગાંધીનગર
ભાવનગર શહેરના આંબાવાડી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC) 16 અને 17 નવેમ્બર, 2025 દરમિયાન મોટાપાયે NDPS રેડ કરીને કોડીન ફોસ્ફેટ તથા ટ્રાયપ્રોલીડિન હાઇડ્રોક્લોરાઇડ સીરપનો જથ્થો જપ્ત કર્યો હતો. અંબાવાડી સ્થિત વૃષા સુવર્ણમ ફ્લેટના રૂમ નં. 304માંથી એકંદરે 1798 બોટલ કોડીન સીરપ મળી આવી હતી. જેની કિંમત 3,47,426 જેટલી થાય છે. રેડ દરમિયાન 3 મોબાઇલ (કિંમત 15,000), એક વાહન (કિંમત 50,000) તેમજ રોકડ 25,500 મળી કુલ 4,37,926 મૂલ્યનો મદ્દામાલ જપ્ત કરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે 3ને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
ઝડપાયેલા ત્રણ આરોપીઓ
- નિશાંત હિતેશભાઈ સંઘવી (રહેવાસી – રૂમ નં. 304, વૃષા સુવર્ણમ ફ્લેટ, આંબાવાડી, ભાવનગર) (મુખ્ય આરોપી)
- તોફિક રફીકભાઈ શેખ (અજય ટોકિઝ, ભિલવાડા સર્કલ, ભાવનગર) (કોડીન સીરપનો ગ્રાહક)
- રહીમભાઈ ફિરોઝભાઈ વિરાણી (કુંભારવાડા, નરી રોડ, ભાવનગર) (કોડીન સીરપનો ગ્રાહક)
વૉન્ટેડ આરોપીઓ
- અસલમભાઈ
- કમલેશ ઉર્ફે કમો
- મુકેશ
