CMએ અમદાવાદમાં 3.5 કિમી યુનિટી માર્ચનો પ્રારંભ કરાવ્યો

Spread the love

 

અમદાવાદ

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીને લઈને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર@150 અંતર્ગત એકતા અને સામાજિક જાગૃતિના સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે અમદાવાદમાં 16 મી નવેમ્બરથી તમામ વિધાનસભામાં દરરોજ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે.
17મી નવેમ્બરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આંબલી ગામ ખાતે આવેલા ખોડીયાર મંદિર ખાતેથી આ યુનિટી માર્ચ પદયાત્રાનો પ્રારંભ કરીને પદયાત્રામાં જોડાયા હતાં.
ઘાટલોડીયા વિધાનસભામાં આવતા બોપલ ઓવર બ્રિજ પાસેના આંબલી ગામ નજીક ખોડીયાર માતાના મંદિરથી આ યુનિટી માર્ગ પદયાત્રાનો રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શુભારંભ કરાવ્યો. સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને પદયાત્રાની શરૂ કરવામાં આવી. 3.5 કિલોમીટરથી વધુ લાંબી આ યાત્રા રહેશે. ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં અલગ અલગ રોડ પર ફરી પૂર્ણ થઈ છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા લોહપુરુષ સરદાર સાહેબને શ્રેષ્ઠ અંજલિ આપી છે. સરદાર સાહેબની આ પ્રતિમા વિશ્વભરમાં ભારતના સામર્થ્ય અને ગૌરવવંતા ઇતિહાસનું જીવંત પ્રતીક છે. સરદાર સાહેબે આઝાદી પછી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે 562 દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આપણા લોકપ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરીને કચ્છથી કટક અને કાશ્મીરથી કન્યાકુમારી ભારતને એક અને અખંડ બનાવ્યું છે.
યુનિટી માર્ચ પદયાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી સાથે ભાજર પ્રદેશ પ્રમુખ, શહેર પ્રમુખ સહિતના નેતાઓ જોડાયા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા 800 મીટર ચાલી પદયાત્રામાંથી રવાના થયા છે.મુખ્યમંત્રી પદયાત્રામાંથી રવાના થતા પ્રદેશ અને શહેર ભાજપના હોદ્દેદારો અધવચ્ચેથી જ પદયાત્રામાંથી રવાના થયા.
બોપલ ઓવરબ્રિજ નીચે ટ્રાફિકજામ સર્જાયો હતો, ઓફિસ અવર્સમાં ટ્રાફિક જામ થયો હોવાના કારણે લોકોને તકલીફ પડી હતી. લોકોને ઓફિસ જવામાં મોડું થયુ હતું. બોપલથી એસજી હાઇવે તરફ જવા માટે 100 મીટર જેટલો ટ્રાફિકજામ સર્જાયો હતો. વૈષ્ણોદેવી સરદાર પટેલ રીંગરોડથી બોપલ જવા માટે આવનારા લોકો માટે રસ્તો બંધ કરી દેવામાં આવતા ટ્રાફિકજામ સર્જાયો હતો. કોઈપણ પોલીસ કર્મી દ્વારા વૈષ્ણોદેવીથી આવનારા લોકોના જ સીધા જવા માટે ટ્રાફિક મેનેજ કરવામાં આવ્યું નહીં. તો બીજી તરફ અમદાવાદ ફાયર બ્રિગેડની ગાડી પણ ટ્રાફિક જામમાં ફસાઈ હતી. પોલીસ કર્મચારીને જાણ કરવા છતાં પણ ટ્રાફિક ખોલવામાં આવ્યો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *