આમરણાંત ઉપવાસમાં અડીખમ બની રેશમા પટેલ, તબિયત લથડી, ઓક્સિજન લેવલ આટલું

Spread the love

ગુજરાતમાં અનામત આંદોલન શરૂ થયું હતું ત્યારે રેશમા પટેલનો સિંહફાળો હતો બાદમાં રેશમા પટેલ ,હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર ,જીગ્નેશ મેવાણી ,લાલુ પટેલ , માંથી ઘણા કોરોના બાદ ગાયબ થઇ ગયા છે ત્યારે જિદ્દી એવા અડીખમ રેશમા પટેલ કોરોના ની મહામારી વચ્ચે

સરકાર પાસે વિવિધ માંગણીઓ સાથે રાજકોટમાં આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે. ત્યારે આજે આંદોલનકારી રેશ્મા પટેલની તબિયત લથડી હતી. 4 દિવસથી આંદોલનમાં બેઠેલી રેશ્મા પટેલની તબિયત લથડી છે.

આમરણાંત ઉપવાસ આંદોલ ચાલુ હોવાના લીધે રેશ્માની તબિયત લથડી છે. 108ની ટીમ NCPકાર્યાલય પહોંચી સારવાર કરી હતી. કોવિડ ટેસ્ટની સલાહ રેશ્માએ નકારી છે. 108ના કર્મચારીએ રેશ્મા પટેલનું ઓક્સિજન લેવલ 81 બતાવ્યું હતું અને કોવિડ ટેસ્ટ માટેની સલાહ આપી હતી. નોંધનીય છે કે, રેશ્મા પટેલ મુખ્યમંત્રીને આવેદન આપીને ગુજરાતના ગામે ગામ કોવિડ સેન્ટર ખોલવાની માંગ સાથે આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે.

કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો
રેશ્મા પટેલે કહ્યું, મરવાનું મંજૂર છે, પરંતુ મુખ્યમંત્રીને લોકોના હિતમાં લેખિતમાં જાહેર કરવું પડશે. હું અનશનમાં મરી જઇશ પરંતુ લડાઇ નહીં છોડું. આ વિગતો રેશ્મા પટેલના ઓફિસિયલ પેજ પર આપવામાં આવી છે.
ગઈ કાલે કોરોના મહામારી વચ્ચે નવસારી કચેરીએ રેશ્માને લેખિત જવાબ આપ્યા હતા. નર્મદા જિલ્લાના તંત્રનો વિવાદીત જવાબ આપતા રેશ્મા પટેલ આકરા પાણીએ થયા હતા. નર્મદા જિલ્લામાં 671 ગામડાઓમાં કોવિડ સેન્ટર ચાલુ હોવાનો તંત્રનો દાવો હતો. રેશ્મા પટેલે આ વાતને નકારી અને વાહિયાત પણ ગણાવી હતી. જો આ વાત હકીકત હશે તો તેના વહીવટદાર અથવા ડોકટરો અને કોવિડ સેન્ટરના નંબરો જાહેર કરવાની માંગ કરી હતી. ગુજરાતની જવાબદારી જ્યાં સુધી સરકાર લેખિતમાં નહીં આપે ત્યાં સુધી ઉપવાસ શરૂ રહેશે, તેમ પણ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com