તાજેતરમાં અખાત્રીજ નિમિત્તે તારીખ ૧૪ મેં ના રોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) દ્વારા ભગવાન વિષ્ણુ ના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામ જીની જયંતિ નિમિત્તે ગાંધીનગર શહેરમાં અનોખી ઉજવણી કરવામાં આવશે . શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા) ના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી એ જણાવ્યું છે કે હાલ જયારે ઓક્સીજન ની અછત છે ત્યારે પરશુરામ જીની જયંતિ નિમિત્તે દરેક બ્રાહ્મણો પોતાના ઘરમાં વરંડાઃ માં વૃક્ષઓ વાવશે જેથી છાયડો પણ મળે અને ઓક્સીજન પણ મળે . વધુમાં શ્રી અશ્વિનભાઈ એ જણાવ્યું છે કે જિલ્લા મહિલા પ્રમુખ અને કોર્પોરેશન ના ઉમેદવાર છાયાબેન ત્રિવેદી , પ્રદેશ સંગઠન મંત્રી દિવ્યભાઈ ત્રિવેદી , શહેર મહામંત્રી કૃતિક ભટ્ટ સહીત તમામ આગેવાનો મહાનગર વોર્ડ 8 ના વિસ્તારમાં વૃક્ષ વાવીને તેનું જતાં કરવાનો કાર્યક્રમ યોજાશે. અને સાંજે શહેરના તમામ ભૂદેવોના ઘરે ૭:૩૦ કલાલે દીપ પ્રજ્વલિત કરીને ભગવાન પરશુરામજીની આરતી કરશે અને પ્રાર્થના કરશે કે સમગ્ર વિશ્વ સહીત ભારત કોરોનની મહામારીમાંથી જલ્દીથી બહાર નીકળે અને દર્દીઓ જલ્દીથી સજા થઇ જાય અને વિશ્વશાંતિ માટે ભૂદેવો પ્રર્થના કરશે . ઉલ્લેખનીય છે કે દર વર્ષે ભગવાન પરશુરામ જ્યંતી નિમિત્તે શહેરમાં ભવ્ય રેલીનું આયોજન થાય છે પણ કોરોના મહામારીને ધ્યાન માં લઈને સરકારી નિયમાનુસાર રેલી મોકૂફ રાખી છે અને ઘરે બેઠા જ પ્રાર્થના કરશે ..