વડોદરા જિલ્લાના કાયાવરોહણ ગામે ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે થયેલી છેતરપિંડીનો ભોગ બનીને એક ખેડૂતે આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સાયબર ક્રાઇમ સાથે સંકળાયેલા ભેજાબાજોએ દિલ્હી એન્ટિ-ટેરેરિસ્ટ સ્કવોડ (ATS)ના અધિકારી હોવાનું નાટક કરી 65 વર્ષીય ખેડૂત અતુલભાઈ હિરાભાઈ પટેલને 40 કરોડ રૂપિયાના કથિત બેંક ફ્રોડમાં ફસાવી સતત ધમકીઓ આપી હતી.
આ ધમકીઓથી ભયભીત થઈને અતુલભાઈએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.3 દિવસથી સાયબર ફ્રોડો અતુલ પટેલને કરી રહ્યા હતા હેરાનપ્રાપ્ત માહિતી અનુસાર, ખેતીકામ કરતા અને સાદા સ્વભાવના અતુલભાઈને શનિવારે અજાણ્યા શખ્સે ફોન કરીને પોતે દિલ્લી ATSમાંથી બોલતો હોવાનું જણાવ્યું હતું. ફોન કરનારાએ અતુલભાઈને જણાવાયું હતું કે તેમના બેંક એકાઉન્ટમાં રૂ. 40 કરોડનો ફ્રોડ થયો છે અને તેમની સામે કડક કાર્યવાહી થશે. ત્યારબાદ ભેજાબાજોએ દર પાંચ મિનિટે વોટ્સએપ અને વીડિયો કોલ કરીને અતુલભાઈ પર દબાણ વધાર્યું હતું.
તેમને “ઘરથી બહાર ન નીકળવાનો” આદેશ આપીને આખો દિવસ ડિજિટલ અરેસ્ટમાં રાખવામાં આવ્યા હતા.મોબાઈલ ચેક કરતા સાયબર ફ્રોડના મળ્યા નંબર ઘટનાના બીજા દિવસે, રવિવારે અતુલભાઈ સવારે 10 વાગ્યે અચાનક ખેતરેથી ઘરે પરત આવ્યા હતા. તેઓ બેંક પાસબુક અને અન્ય દસ્તાવેજો લઈને ઘરના પહેલો માળે ચડી ગયા હતા. ઘરનાં લોકોએ જણાવ્યું કે તે સમયે તેઓ ફોન પર જોરથી કહેતા હતા કે, “મારા ખાતામાં 40 કરોડનો ફ્રોડ દેખાડે છે, હવે મારા પર કાર્યવાહી થશે.” થોડા સમય બાદ તેમણે પોતાના ભત્રીજાને એકાંતમાં બોલાવી કહ્યું હતું કે, “દિલ્હી પોલીસના ફોન વારંવાર આવે છે, હવે શું કરવું?” સતત કોલ, ધમકી અને માનસિક દબાણને કારણે તેઓ ભારે ગભરાઈ ગયા હતા. આ ભય અને ગભરાહટની વચ્ચે અતુલભાઈએ ઝેર પીને જીવન ટૂંકાવી લીધું હતું.