દુનિયામાં 8 જેટલી કંપનીઓએ વેક્સીન તૈયાર કરી છે.વેક્સીન માં બે ડોઝ લેવામાં જે દિવસ આપ્યો છે .તેમાં દરેક કંપનીઓએ જે અંતર આપ્યું છે. તે તમામ અલગ છે. ત્યારે ભારતમાં કોવીશીલ્ડ ના બે ડોઝ વચ્ચેનો સમયગાળો વધારવા માટે એક્સ્પર્ટ પેનલ દ્વારા ભલામણ કરવામાં આવ્યા બાદ સરકારે તેના ઉપર અમલીકરણ શરૂ કર્યું છે. આ બધા વચ્ચે લોકોમાં રોષ, વિવાદ અને તર્ક-વિતર્કો ચાલી રહ્યા છે. ઘણા લોકો દ્વારા રસીના અભાવ અને અછત મુદ્દે તો ઘણા લોકોમાં તેની અસરકારકતા મુદ્દે તર્ક ચાલી રહ્યા છે. આમ જોવા જઈએ તો દુનિયામાં રસીના બે ડોઝ વચ્ચે સરેરાશ ૨૧ દિવસથી ૧૧૨ દિવસ સુધીનું અંતર રખાય છે. રસી ઉત્પાદકો દ્વારા જ આ સમયમર્યાદા રાખવામાં આવી હતી. ઘણા કિસ્સામાં એક્સપર્ટસ દ્વારા ભલામણ પછી મર્યાદા વધારાઈ પણ છે. આ તમામ ફેરફારો વચ્ચે વિશ્વના દેશોમાં કઈ રીતે રસી કરણ થઈ રહ્યું છે અને દુનિયામાં કેવી પદ્ધતિનું અનુસરણ કરવામાં આવે છે, અન્ય દેશોમાં બે ડોઝ વચ્ચે કેટલો સમય રાખવામાં આવે છે, તેના ઉપર એક નજર કરીએ એવા પ્રશ્નો જેનો જવાબ દરેક વ્યક્તિ ઇચ્છે કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો
સવાલ : બીજો ડોઝ ખરેખર ક્યારે લેવો?
જવાબ : સામાન્ય રીતે કોરોનાની રસીના બીજા ડોઝ માટે ૨૮ દિવસનું અંતર રાખવાનું વલણ જોવાયું છે. ખાસ કરીને ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકા અને કોવિશીલ્ડ રસી માટે આ અંતર છે. બાકીની રસી દ્વારા ૨૦થી ૩૦ દિવસની સરેરાશ રાખવામાં આવી છે.
સવાલ : બે ડોઝ વચ્ચે અંતર રાખવું શા માટે જરૂરી છે?
જવાબ : અભ્યાસમાં જોવાયું છે કે, બે ડોઝ વચ્ચે યોગ્ય અંતર રાખવાથી તેની અસરકારકતા વધે છે. ધ લાન્સેન્ટના ફેબ્રુઆરીના અભ્યાસમાં જણાવાયું હતું કે, કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે ૮૪થી ૧૧૨ દિવસનો ગેપ રાખવામાં આવે તો તેની અસરકારકતા ૨૬ ટકા વધી જાય છે. તેના કારણે વિશ્વના ઘણા બધા દેશોએ બે ડોઝ વચ્ચે અંતર વધારી દીધું છે.
સવાલ : કોવિશીલ્ડનું અંતર શા માટે વધારાયું?
જવાબ : કોવિશીલ્ડ બજારમાં આવી ત્યારે પ્રારંભિક અભ્યાસના આધારે ૨૮ દિવસનું અંતર રખાયું હતું. ત્યારબાદ તેની અસરકારકતાના વધુ અભ્યાસ બાદ સમય વધારીને ૫૬ દિવસ કરાયું અને તાજેતરમાં આવેલા પરિણામો જોતા જેમાં ૮૪થી ૧૧૨ દિવસ જેટલું અંતર વધારે યોગ્ય માનવામાં આવ્યું છે.
સવાલ : કોવેક્સિનમાં બે ડોઝનું અંતર શા માટે ન વધારાયું?
જવાબ : કોવેક્સિનનું નિર્માણ અલગ પ્રકારના કન્ટેઈનથી કરવામાં આવ્યું છે. તેની અસર કોરોના ઉપર સરખી જ છે છતાં તેના કન્ટેઈન પ્રમાણે તેની અસરકારકતા બે ડોઝ વચ્ચે અંતર વધારવાથી વધતી હોવાના કોઈ પુરાવા આવ્યા નથી. તેના કારણે તેના બે ડોઝ વચ્ચે અંતર વધારવામાં આવ્યું નથી.
વેક્સિનેશન એટ એ ગ્લાન્સ
૫૮.૯ ટકા વસ્તીને ઇઝરાયેલી રસીના તમામ ડોઝ આપી દીધા છે જે વિશ્વમાં સૌથી વધુ છે
૨.૯ ટકા લોકોને ભારતમાં રસીના બંને ડોઝ અપાયા છે
૬૨.૮ ટકા લોકોએ ઇઝરાયેલમાં ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે
૧૦.૧ ટકા લોકોએ ભારતમાં રસીને એક ડોઝ લીધો છે
૧.૪ અબજ લોકોને વિશ્વમાં અત્યાર સુધી રસી આપવામાં આવી છે
૧૭.૮ કરોડ લોકોને ભારતમાં રસી અપાઈ છે
૩૪ કરોડ લોકોને વિશ્વમાં સંપૂર્ણ રસીકરણ કરાયું છે
૪ કરોડ લોકોને ભારતમાં સંપૂર્ણ રસીકરણ કરાયું છે