કોરોના મહામારી નું 2021 નું વર્ષ વધુ ટેન્શન રૂપ, ભારતમાં સૌથી વધારે ભયાવહ; who

Spread the love

ભારતમાં કોરોનાના વાયરસના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. લાંબા સમયથી દેશમાં સતત ત્રણ લાખથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. ચાર હજારથી વધુ મૃત્યુ થઈ રહ્યા છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે વિશ્વ આરોગ્ય સંગઠને પણ ચિંતા વ્યક્ત કરી છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન WHOના વડા Tedros Adhanom Ghebreyesusએ ભારપૂર્વક જણાવ્યું છે કે, ભારતમાં કોરોનાની સ્થિતિ ખૂબ ચિંતાજનક છે. તેમની બાજુથી કહેવામાં આવ્યું છે કે, આખા વિશ્વ માટે મહામારીની આ બીજી લહેર ખૂબ જ જીવલેણ સાબિત થનાર છે.
ભારતમાં સ્થિતિ ખૂબ જ ખતરનાકઃ WHO
એજન્સીના અહેવાલો મુજબ, WHOના વડાએ કહ્યું છે કે, ભારતમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, ઘણા રાજ્યોમાં કેસો ઝડપથી વધી રહ્યા છે, ઘણા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે, મૃત્યુ પણ થઈ રહ્યા છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા માહિતી આપવામાં આવી છે કે, તેઓ ભારતની કોરોનાની પરિસ્થિતિને ખૂબ નજીકથી જોઈ રહ્યા છે અને દરેક જરૂરી મદદ સમયસર આપવામાં આવી રહી છે. જણાવવામાં આવ્યું છે કે, ડબ્લ્યુએચઓની મદદથી ઘણા ઓક્સિજન કોન્સેન્ટર્સ ભારત મોકલવામાં આવ્યા છે, માસ્ક મોકલવામાં આવ્યા છે અને ઘણા અન્ય તબીબી સાધનો પણ પૂરા પાડવામાં આવી રહ્યા છે.
મહામારીનું આ બીજું વર્ષ વધુ જીવલેણઃ WHO
હવે ભારતમાં તો કોરોનાની સ્થિતિ વિસ્ફોટક છે. WHOના પ્રમુખ વતી કહેવામાં આવ્યું છે કે, ભારત સિવાય નેપાળ, શ્રીલંકા, કંબોડિયા, થાઇલેન્ડ અને ઇજિપ્તમાં પણ કોરોનાના કેસો ખૂબ ઝડપથી વધી રહ્યા છે.
આફ્રિકાની સ્થિતિ પણ ચિંતાજનક છે. કોરોના સંકટને પગલે આ તમામ દેશોને દરેક પ્રકારની સહાય આપવામાં આવશે. WHOના પ્રમુખે ચિંતા વ્યક્ત કરી છે કે, મહામારીનીનું આ બીજું વર્ષ વધુ જીવલેણ સાબિત થઈ રહ્યું છે. તેમના મતે ગયા વર્ષે જેટલા મૃત્યુ થયાં છે, આ વર્ષે પરિસ્થિતિ વધુ ખરાબ દેખાઈ શકે છે.
વેક્સિનની સપ્લાય સમગ્ર વિશ્વ માટે એક મોટો પડકાર
વેક્સિન વિશે WHOના પ્રમુખ તરફથી મોટી વાત કરવામાં આવી છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે એ સ્વીકાર્યું છે કે વેક્સિનનની સપ્લાય સમગ્ર વિશ્વ માટે એક મોટો પડકાર છે. તેમણે એમ પણ કહ્યું છે કે, વધતા જતા કેસો વચ્ચે જીવન અને આજીવિકા બંનેને બચાવવા પર જોર આપવું મહત્વપૂર્ણ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com