
ગાંધીનગર પેથાપુરના એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારના અખાડાનો પર્દાફાશ થયો છે. પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી ગાંધીનગર અમદાવાદ વિસ્તારના 14 જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં એક મહિલા જુગારી પણ પકડાઈ છે. આ અંગે પોલીસે ગુનો નોંધી સાડા ત્રણ લાખથી વધુની રોકડ, મોબાઇલ ફોન મળીને કુલ રૂ.3,93,810 નો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. ગાંધીનગર જિલ્લામાં દારૂ જુગારની ફૂલીફાલેલી બદી ઉપર અંકુશ મેળવવા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ આપેલી સુચનાના પગલે તમામ પોલીસ મથકના થાણા અધિકારીઓએ ગેરકાયદેસર પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા કવાયત શરુ કરી દીધી છે. જે અન્વયે પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. દરિમયાન બાતમી મળી હતી કે, પેથાપુર ગામ નિશાળ ફળિયુ જૈન દેરાસરની બાજુમા રહેતો પ્રતીક સુરેશભાઈ ચૌહાણ પોતાના આર્થિક લાભ માટે ગેરકાયદેસર રીતે પોતાના રહેણાંક મકાનમા બહારથી માણસો બોલાવી જુગાર રમવાની સઘળી વ્યવસ્થા કરી મોટાપાયે જુગારનો અખાડો ચલાવી રહ્યો છે. જે હકીકતના અલગ અલગ ટીમો બનાવીને બાતમી વાળા મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં ઉપરના માળે પ્રથમ રૂમમાં ચારેક ઈસમો તેમજ અન્ય એક રૂમમાં ડબલ બેડ પલંગ તથા સોફા ઉપર મહિલા સહિત 16 જુગારીઓ જુગારની બાઝી માંડીને બેઠાં હતા. જેઓને જેતે સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી પોલીસે એક ઇસમની પૂછતાછ કરતાં તેણે પોતાનું નામ પ્રતીક સુરેશભાઇ ચૌહાણ હોવાનું કહી મકાન તેની માલિકીનું હોવાની કબૂલાત કરી હતી.
ઝડપાયેલા જુગારીઓના નામ
- ચંન્દ્રકાંત મણીલાલ પટેલ(રહે-અંબાજી માતાનોવાસ,સાણોદા,દહેગામ)
- હરદીપસિંહ ભરતસિંહ પરમાર(રહે-6, દુવાર્ણી સોસાયટી,વેજલપુર)
- કેતન શાંતિલાલ સુથાર(રહે-મકાન નંબર-3, આનંદ એપાટૅમેન્ટ, શ્રૃતીમંદિર સામે, ભવાની સોડાનીબાજુમાં,ઘોડાસર)
- ગૌરાંગ વિષ્ણુભાદ શાહ(રહે-નરોડા ગેલેક્ષી સામે, રાજદીપ સોસાયટી, મકાન નં-4, નરોડા)
- ચંન્દ્રેશભાઇ બુધાભાઈ પટેલ (રહે-એન/102,ક્રિશ એવન્યુ એપામેન્ટ, વસ્ત્રાલ)
- અમૃતભાઇ રૂપાભાઈ પ્રજાપતિ( રહે-હડાદ ગામ,પ્રજાપતિ વાસ,તા-દાતાર)
- વનરાજસિંહ દશરથસિંહ વાઘેલા(રહે-વીસ ઘર વાસ,કોલવડા)
- શૈલેષકુમાર નવનીતભાઈ પટેલ(રહે-અંગાળી ગામ,પટેલ ફળીયુ,તા-ગલતેશ્વર,જી-ખેડા)
- મુકેશભાઇ સુરાભાઇ રાતડીયા(રહે-એક વિધ્યા મંદિર બાજુમાં,આંબાતળાવ,બાવળા)
- નિકુંજ ગોવિંદભાઇ પટેલ( રહે-સી-304,જલદીય આઇકોન,મકરબા,વેજલપુર)
- રઇજીભાઇ કાંતીભાઇ ઠાકોર(રહે ઝાંક ગામ)
- નિતેશ મોહનલાલ આહુજા(રહે-83 ભીલ વાસ,સરદારનગર,અમદાવાદ)
- ગોપાલ ઝીણાભાઇ ગરીયા (રહે-4/32,ચંન્દ્રભાગા હાઉસીંગ બોડૅ,નવા વાડજ)
- અમૃતભાઇ ગણેશભાઈ પ્રજાપતિ(રહે- હડાદ ગામ,પ્રજાપતિ વાસ,પાંણીની ટાંકી પાસે,તા-હડાદ,જી-બનાસકાંઠા)
- પેથાપુરમાં રહેતી એક મહિલા
પોલીસે ઘટનાસ્તળેથી 3.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે જુગારીઓની અંગ ઝડતી લેતાં કુલ રૂ.3,30,810 રોકડા અને 8 મોબાઈલ ફોન મળી આવ્યા હતી. જેના પરથી જ પોલીસને અંદાજો આવી ગયો હતો કે અહીં મોટાપાયે જુગારનો અખાડો ચાલતો હતો. આ અંગે પોલીસે દાવો કર્યો છેકે પ્રતીક ચૌહાણે બે દિવસથી જ જુગારનો અખાડો શરૂ કર્યો હતો. જે કોઈ કામધંધો કરતો નહીં હોવાથી આર્થિક ફાયદા માટે જુગારધામ ચલાવી રહ્યો હતો. જોકે જે રીતે કુલ રૂ.3.90 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો એ જોતા પ્રતીક ચૌહાણ કોઈના મજબૂત પીઠબળ હેઠળ આયોજનપૂર્વક જુગારનો અખાડો ચલાવતો હોવો જોઈએ.