GJ – 18 ખાતે 244 કરોડનો પ્રોજેકટ 721 કરોડનો થઈ ગયો ………

Spread the love

રાજ્યના પાટનગર ગાંધીનગરના આધુનિક રેલવે સ્ટેશન તેમજ તેની ઉપર બની રહેલી ફાઇવસ્ટાર હોટલ પૂર્ણ થવા આવી છે. ગયા એપ્રિલ મહિનામાં આ બન્ને પ્રોજેક્ટ્સનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના હતા પરંતુ કોરોના સંક્રમણના કારણે લોકાર્પણનો કાર્યક્રમ પડતો મૂકવામાં આવ્યો છે. હવે આ કાર્યક્રમ જૂનના અંત કે જુલાઇમાં યોજાય તેવી સંભાવના છે.
ગાંધીનગરમાં બની રહેલી ફાઇવસ્ટાર હોટલ અને આધુનિક રેલવે સ્ટેશનની કામગીરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચનાથી કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલ નિગરાની રાખી રહ્યાં છે. એરપોર્ટ પર જેવી સુવિધા હોય છે તેવી સુવિધા ગાંધીનગરના આ રેલવે સ્ટેશન પર બનાવવામાં આવેલી છે. અગાઉ આ બન્ને પ્રોજેક્ટમાં વિલંબ થયો છે. રેલવે વિભાગે 2019ના અંતમાં પ્રોજેક્ટ પુરો કરવાનો દાવો કર્યો હતો પરંતુ પ્રોજેક્ટનું 50થી વધારે ટકા કામ બાકી હતું. આ પ્રોજેક્ટનું નેતૃત્વ ભારતીય રેલવે સ્ટેશન વિકાસ નિગમ કરી રહ્યું છે. આ રેલવે સ્ટેશનના ટ્રેક પર ફાઇવસ્ટાર હોટલ બની રહી છે. દેશની એક મોટી કંપ્ની લીલા ગ્રુપ આ હોટલ બનાવે છે અને તે ચલાવશે. આ હોટલની આસપાસ દુકાનો, મોલ્સ, સહિતની સુવિધાઓ હશે. આ પ્રોજેક્ટમાં ફુડકોર્ટની સુવિધાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ગાંધીનગરમાં નિર્માનાધિન રેલવે સ્ટેશન અને ફાઇવસ્ટાર હોટલ મોંઘી પડી રહી છે. આ સંતુક્ત પ્રોજેક્ટનો ખર્ચ વધીને 721 કરોડ થયો છે. બન્ને પ્રોજેક્ટનું કામ એકસાથે ચાલી રહ્યું છે અને લગભગ પૂર્ણ થવાના આરે છે. રેલવે સ્ટેશન પર બની રહેલી હોટલને સરકારે ફાઇવસ્ટાર બનાવવાનું નક્કી કરી 300 રૂમની સુવિધા કરી હોવાથી આ હોટલનો ખર્ચ વધી રહ્યો છે.
શહેરના મહાત્મા મંદિર પાસે બની રહેલા આધુનિક રેલવે સ્ટેશન અને ફાઇવસ્ટાર હોટલના ખર્ચમાં 200 ટકાનો વધારો નોંધાયો છે. કેન્દ્રની સૂચના પછી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રોજેક્ટમાં ઝડપ કરવા માટે સૂચના આપી હતી. ગાંધીનગર રેલવે અને શહેરી વિકાસ નિગમ લિમિટેડ (ગરૂડ) ના પહેલા વાર્ષિક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રેલવે સ્ટેશન અને હોટલના વિકાસ માટે સૌ પ્રથમ 243.58 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો હતો પરંતુ સુવિધાઓ વધારવામાં આવતા બજેટમાં બદલાવ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે હોટલ સંચાલક લીલા પેલેસહોટલ્સ અને રિસોટ્ર્સ દ્વારા કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે જેને સ્વિકારવામાં આવતા પ્રોજેક્ટના ખર્ચમાં વધારો થયો છે. નવી સુવિધામાં અંડરબ્રીજ, માર્ગો અને અન્ય સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર રેલવે અને શહેરી વિકાસ નિગમ લિમિટેડ (જીએઆરયુડી-ગરૂડ)ની રચના ગુજરાત સરકાર અને રેલવે મંત્રાલય દ્વારા 1લી જાન્યુઆરી 2017ના રોજ કરવામાં આવી હતી. રેલવે મંત્રાલય પાસે ભારતીય રેલવે રાજ્ય વિકાસ નિગમ લિમિટેડના માધ્યમથી 26 ટકાની હિસ્સેદારી છે જ્યારે રાજ્ય સરકાર પાસે 74 ટકાનો હિસ્સો છે. 9મી જાન્યુઆરી 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. હવે આ પ્રોજેક્ટ પૂર્ણતાના આરે આવેલો છે ત્યારે તેનું લોકાર્પણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એપ્રિલ મહિનામાં આવવાના હતા.
આ સંયુક્ત પ્રોજેક્ટમાં બજેટ વધવાના કારણ અંગે પૂછતાં ગરૂડના એમડીએ કહ્યું હતું કે પહેલા હોટલની યોજનામાં ત્રણ સ્ટારની હોટલમાં હોય છે તેવા રૂમ બનાવવાનું નક્કી થયું હતું પરંતુ હવે ફાઇવસ્ટાર હોટલની કક્ષામાં 300 રૂમ બનાવવામાં આવી રહ્યાં છે. એ ઉપરાંત હોટલની રેલવે સ્ટેશનથી ઉંચાઇ પહેલાં 50 મીટર નક્કી કરવામાં આવી હતી પરંતુ રેલવે સ્ટેશનના મુસાફરોને અગવડતા ન પડે તે હેતુથી હવે 73 મીટરની ઉંચાઇ કરી દેવામાં આવી છે. હોટલની સંપૂર્ણ કામગીરી ગણતરીના દિવસોમાં પૂર્ણ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com