ગાંધીનગરમાં વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું

Spread the love

ગાંધીનગરમાં વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું
****
HIV/AIDS સંબંધિત સૂત્રોચ્ચારો દ્વારા સામાન્ય જનસમુદાયમાં જાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો
***

ગાંધીનગર,
વિશ્વ એઇડ્સ દિવસ (World AIDS Day) નિમિત્તે ગાંધીનગર જિલ્લા ક્ષય કેન્દ્ર અને શહેરી ક્ષય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે, તેમજ સી.એમ. પટેલ અને ચૌધરી નર્સિંગ કોલેજ ગાંધીનગરની વિદ્યાર્થીનીઓની સક્રિય ભાગીદારીથી HIV/AIDS અંગે જાગૃતિ લાવવા માટે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં આશરે ૨૫૦ જેટલા લોકો જોડાયા હતા.
આ રેલી જિલ્લા અને શહેરી ટી.બી એચ આઇ.વી અધિકારી આર એમ ઓ,ડી વાય એચ ,એચ ઓ ડી માઇક્રોબાયોલોજી,ઇન્ચાર્જશ્રી, આઇ,સી.ટી.સી, નોડલ ઓફિસરશ્રી એ આર.ટી સી તથા અન્ય આરોગ્યના અધિકારીઓની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપીને પ્રારંભ કરાયો હતો.
આ જનજાગૃતિ રેલી GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ, ગાંધીનગરથી પ્રસ્થાન કરી જનરલ OPD, સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ, પથિકા આશ્રમ સુધી યોજાઈ હતી. રેલી દરમ્યાન વિદ્યાર્થીઓ અને આરોગ્ય સ્ટાફે HIV/AIDS સંબંધિત સૂત્રોચ્ચારો દ્વારા સામાન્ય જનસમુદાયમાં જાગૃતિ ફેલાવી હતી.
જાગૃતિના હેતુસર રેલી દરમ્યાન લોકો વચ્ચે IEC સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. HIV/AIDS અંગેના મિથકો દૂર કરવા, સારવારની સુલભતા વિશે જાણકારી આપવા તથા સમયસર તપાસની મહત્તા જનસમુદાય સુધી પહોંચાડવાનો મુખ્ય ઉદ્દેશ હતો.
આ તકે ઉપસ્થિત વિભાગના અધિકારીઓએ આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં HIV/AIDS વિશે જાગૃતિ વધારવાનો સંદેશ આપ્યો હતો.
***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *