કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ કે. દવેના નેતૃત્વમાં ગાંધીનગર જિલ્લા ભૂસ્તર તંત્રની ટીમ દ્વારા સતત ભૂમાફિયાઓનો સફાયો ચાલુ
……
માધવગઢ ખાતેથી પસાર થતી, સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં પહોંચી જિલ્લા ભૂસ્તર તંત્રની ટીમ ભૂમાફિયાઓ પર ત્રાટકી
…….
સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં ૦૨ હિટાચી મશીન, ૦૨ નાવડી તથા ૦૯ ડમ્પરો મળી કુલ ૧૩ સાધનો સીઝ કરવામાં આવ્યા
……..

ગાંધીનગર
કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ, ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતા ગાંધીનગર જીલ્લાની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા,ગાંધીનગર જીલ્લાનાં માણસા તાલુકાનાં માધવગઢ ગામે ખાતેથી પસાર થતી, સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં તા.૩૦/૧૧/૨૦૨૫ ના રોજ આશરે ૦૧:૩૦ કલાકે આકસ્મિક તપાસ હાથ ધરતા,સાબરમતી નદીપટ્ટ વિસ્તારમાં ૦૨ હિટાચી મશીન, ૦૨ નાવડી તથા ૦૯ ડમ્પરો મળી કુલ ૧૩ મશીન/વાહનો/નાવડીઓ સીઝ કરવામાં આવ્યા હતાં.
જે પૈકી હ્યુન્ડાઈ એક્સકેવેટર મશીન નં-HYNDN635CE0004018, મોડેલ નં-R215L ,ટાટા હીટાચી મશીન EX-110 RS-09-11-4961 તથા ૦૨ વાદળી કલરની નાવડી અને ડમ્પર નં GJ-01-AZ-6606 , વાહન નં, GJ-18-BT-6685, વાહન નં-GJ-17-XX-8730 , વાહન નં-GJ-18-BW-2186, વાહન નં-GJ-18-BW-7555, વાહન નં- GJ-18-AZ-9407 , વાહન નં-GJ-18-BT-5050, વાહન નં-GJ-18-BV-9855,વાહન નં- GJ-01-MT-6606 દ્વારા સાદીરેતી ખનિજનું બિનઅધિકૃત ખોદકામ વહન કરતા પકડી,સીઝ કરી આ તમામ ડમ્પરો કલેકટર કચેરી કમ્પાઉન્ડ ગાંધીનગર ખાતે રાખવામાં આવ્યા છે.
જેમાં કુલ ૦૨ હિટાચી મશીન, ૦૨ યાંત્રિક નાવડી તથા ૦૯ ડમ્પરોની આશરે કુલ ૩.૭૬ કરોડ અને ખનિજ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તથા આ વિસ્તારની વધુ તપાસ અર્થેની કાર્યવાહી હાલ ચાલુમાં છે, તપાસ પૂર્ણ થતાં ઉપરોક્ત જપ્ત કરેલ મશીનના વાહન માલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.