કોરોનાની મહામારી બાદ નામનો વાવાઝોડુ એ તંત્રની પોલ ખોલી નાખી છે,GJ-૧૮ ખાતે ઘ-૪ પાસે બનાવેલા અંડરપાસમાં ખર્ચ બનાવીને ડબલની કરના બિલો મૂકીને કામમાં પણ થીગડા જેવા હોવાની પ્રજામા ચર્ચાઈ રહ્યું છે ત્યારે કરોડો રૂપિયાના અંડરપાસમાં એક્સેસ બિલ મૂકવામાં આવ્યું છે કે કેમ તે પણ તપાસનો વિષય છે અને મૂકવામાં આવ્યું હોય તો આ બિલ પાસ તો ન થવું જાેઈએ પણ અંડરપાસની પોલમપોલ એવું બાંધકામનું કૌભાંડ હવે બહાર આવી ગયું છે, ત્યારે ખરેખર જાેવા જઈએ તો અંડરપાસ ની જરૂર હતી જ નહીં પણ સ્માર્ટ સિટીના કરોડો રૂપિયા વાપરવા ક્યાં? તે વાપરવા આખો ચગડોળ ઊભો કરીને અંડરપાસ બનાવી દીધો. ત્યારે અંડરપાસમાં બે મોટી એસટી બસો સાથે જઈ શકે એવી સ્થિતિ છે, ખરી? આ ડિઝાઇન શહેરી વિકાસે પાસ પણ કરી ન હતી પણ કેવી રીતે ર્ા થઈ ગઈ તે હાલ પ્રશ્નાર્થ છે ત્યારે ઘ – ૪ અંડરપાસ પાછળ કરોડોનો ખર્ચ કરવા છતાં પ્રથમ વરસાદમાં જ અંડરપાસ ની પોલ ખૂલી ગઇ હોય તેમ તમામ જગ્યાએ થી પાણી વહી રહ્યું હતું અને વાહનો પણ ત્યાંથી નીકળી શકે તેવી સ્થિતિ ન હતી.
પ્રથમ વરસાદે અંડરપાસ બંધ કરી દેવાની ફરજ પડી છે, વાવાઝોડું ગઈકાલે ટળ્યું અને માંડ પણ વરસાદ ૨ ઇંચ પડ્યો ત્યાં તો અંદર પાસની પોલ બહાર આવી ગઈ પણ અંડરપાસમાં પાણીના બંબા છૂટવા માંડતા આ અન્ડરપાસ કોઇ કામનો ખરો? ટુ વ્હીલર તો નીકળી શકે એવી સ્થિતિ જ ન હતી, અને નીકળે અને બંબા નું પાણી ટુ વ્હીલરમાં ઘૂસી જાય તો બંધ પડી જાય તેવી સ્થિતિ હતી હા ગાડી ધોવા માટે આ બધા બંબા સારા કામમાં લાગે એવા હતા.
જીજે મનપા દ્વારા કેટલા મહિનાથી આ રોડ રસ્તો બંધ કરીને અંડરપાસ બનાવવા કેટલા મહિના કરી લીધા અને પાછું કામમાં કોઈજ નૈતિકતા દેખાઈ નથી, ભ્રષ્ટાચાર ઉજાગર થયો હોય તેમ આ અન્ડરપાસ ગાડીઓ જાેવા માટેનો બંબા અંડરપાસ તરીકે પ્રચલિત બની ગયો છે, ત્યારે આજે સવારે પણ આજ સ્થિતિ સર્જાઈ હતી ,જાે GJ-૧૮ ખાતે ૧૦ ઇંચ જેટલો વરસાદ આવે તો બંબા અંડરપાસ ટકી શકે ખરો? ત્યારે કોંગ્રેસ હવે આ મુદ્દે શું એક્શન લેવાના મૂડમાં છે, તે જાેયું રહ્યું બાકી ખાયકી માં GJ-૧૮ મનપાના કયા સત્તાધીશો સંડોવણી અને પાર્ટનરશીપ છે તે સૌને ખબર છે ત્યારે માલ- મલાઈને તગડા થયેલા કબાડી ગ્રુપ એક નહીં અનેક પેટા કોન્ટેક્ટ કર્યો છે ત્યારે સેક્ટર ૨૧ ની હાલત પણ કફોડી થઈ ગઈ છે ત્યારે GJ-૧૮ ખાતે હાલ તો કમિશનર શ્રી ને સત્તા સોંપી દેવામાં આવી છે પણ કબાડી ગ્રુપ હજુ પકડ રાખવા મથી રહ્યું છે ત્યારે આ કબાડી ગ્રૂપે ૫૦થી ૬૦ કરોડ રૂપિયા બનાવ્યા છે અને માલ-મલાઈ અહિંયા ભાળી ગયા હોવાથી કબાડી ગ્રુપ દિવસમાં બે વાર મનપાનો આટો તો મારવો જ પડે, ત્યારે હવે GJ-૧૮ મનપાની ચૂંટણી ઓ યોજાયા બાદ નવા સત્તાધીશો આવશે ત્યારે શું? તેની ચિંતા અત્યારે સતાવી રહી છે, પણ હાલ તેમને અધિકારીઓને અને માનીતો સ્ટાફ છે એટલે ગાડું ગબડાવી રાખે છે અને ભક્તિ ચાલી રહી છે ત્યારે હાલ કબાડી ગ્રુપનું પાંચિયું રૂપાણી સરકારમાં નથી અને ફક્ત હાઉ GJ-૧૮ મનપામાં કરીને બતાવ્યો છે, કહેવત છે કે નામ વગરનો વાઘ ફક્ત ઘુરકીયા કરે તેવો છે, ત્યારે અંડરપાસ, સેક્ટર ૨૧, બગીચા, દીવાલો તમામ જગ્યાએ કબાડી ગ્રુપનું પેટા કોન્ટ્રેક્ટ ચાલી રહ્યો છે હવે કમિશનર મેડમ જે કોન્ટ્રાક્ટરો આવ્યા હતા તેમાં કામોની અનેક પોલો બહાર આવી ગઈ છે ત્યારે હવે તપાસ કરાવવાની તાતી જરૂર છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલ કરોડોની ગ્રાન્ટો સ્માર્ટ સિટીના વિકાસ માટે આપી રહ્યા છે ત્યારે અહીંયા ભ્રષ્ટાચારે માઝા મૂકી છે ત્યારે હવે જે કામો થયા છે, તે ચકાસવાની જરૂર હોય અને એકસેસ બિલોને કેન્સલ કરીને જે બીલોની રકમ લઇ ગયા છે તેમાં પણ ખાચરો પાડીને કામની ગુણવત્તા ચકાસવાની જરૂર છે છેલ્લે પબ્લિકના ટેક્સ ના નાણા છે.