GJ-૧૮ખાતે આજરોજ ગાંધીનગર શહેર વસાહત મહાસંઘ દ્વારા આજે તા ૨૦ /૫/૨૧ ગુરુવારે સવારે ૧૦/૩૦ કલાકે સેકટર ૩૦ મુકિતધામ તથા સરગાસણ રુદ્રાક્ષ સ્મશાન અને સેકટર ૨૮ ચરેડી કબ્રસ્તાન ખાતે કોરોનાની મહામારીમા જાનની જાેખમે અવિરત સેવાઓ આપતા સફાઇ કામદારો, હેલ્પરો, ચોકીદાર, અંતિમ સંસ્કાર કરનાર તમામ કમૅચારીઓ ને અનાજ કરિયાણાની કીટ સમગ્ર જીવન જરુરિયાત વસ્તુઓ સાથે
તેમજ માસ્ક તથા સેનેટરાઈઝર બોટલ નુ સંસ્થા ના પમુખ કેશરીસિહ બિહોલા તથા ગાંધીનગર નગર મહાનગર પાલિકા ના પુર્વ ડેપ્યુટી મેયર નાઝાભાઈ ધાંધર ના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું ત્યારબાદ. સંસ્થા ના હોદ્દેદારો રાજેન્દ્રભાઈ પારેખ, જયેશભાઇ આગજા, કાનજીભાઈ દેસાઈ, સી કે સોની, ધનશાયમસિહ ગોલ, જયેન્દ્રભાઈ ઠક્કર, મહંમદભાઈ ચેબા, નિવેદુ વોરા, વિનોદભાઈ ભટ્ટ, વાસુદેવભાઈ સુથાર, રશ્મિકાંન્ત પંડ્યા, બાબુભાઇ પજાપતિ, ડાહ્યાભાઈ પરમાર, વિઠ્ઠલભાઈ પરમાર તથા મહિલા પ્રતિનિધિ અંજના રાઠોડ વગેરે એ વિતરણ કાયૅક્રમમાં હાજર રહી દરેક ને હાથે કરિયાણાની કીટ નુ વિતરણ કરવામાં આવ્યું હતું
ત્યાર બાદ મુકિતધામ ખાતે તથા સરગાસણ રુદ્રાક્ષ સ્મશાન ઞૃહમાં ગાંધીનગર શહેર જીલ્લા ના કોરોનાની મહામારીમા તથા અન્ય રીતે સ્વર્ગવાસ થયેલા મૃત આત્મા ના શાંતિ માટે પ્રાર્થના અને બે મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું સર્વ ધર્મ પ્રાર્થના કરી છુટા પડ્યા હતાં.