ગુજરાત પોલીસ બેડામાં બઢતીનો માહોલ સર્જાયો છે. રાજ્ય સરકારે પોલીસ દળમાં લાંબા સમયથી રાહ જોતા અધિકારીઓને રાહત આપતા કુલ 68 પોલીસ ઇન્સ્પેક્ટરો (Inspector)ને ACP (Assistant Commissioner of Police) તરીકે પ્રમોશન (Promotion) આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી પોલીસ વિભાગમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
47 પોલીસ ઇન્સ્પેક્ટરોને મળ્યા ACP તરીકે પ્રમોશન
પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રમોશન મેળવેલા અધિકારીઓમાં વિવિધ કેડરનો સમાવેશ થાય છે. બિનહથિયારી વિભાગના 47 પોલીસ ઇન્સ્પેક્ટરોને ACP તરીકે બઢતી આપવામાં આવી છે. ઉપરાંત, હથિયારી વિભાગના 9 પોલીસ ઇન્સ્પેક્ટરોને પણ ACP પદે પ્રમોશન મળ્યું છે.






7 DySPની બદલી કરવામાં આવી
તે સિવાય, પોલીસના મહત્વના ટેક્નિકલ વિભાગ એવા વાયરલેસ વિભાગના 12 પોલીસ ઇન્સ્પેક્ટરોને પણ Assistant Commissioner of Police તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. આ રીતે કુલ 68 અધિકારીઓને બઢતી આપવામાં આવી છે .આ સાથે જ વર્ગ-1ના 7 DySPની બદલી કરવામાં આવી
રાજ્ય સરકારના આ નિર્ણયથી પોલીસ બેડામાં કાર્યક્ષમતા વધશે તેમજ કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે. લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહેલા અધિકારીઓ માટે આ નિર્ણય પ્રોત્સાહક સાબિત થયો છે.