ભાવનગર-બોટાદ જિલ્લા કક્ષાની બહેનો માટેની સાંસદ ખેલ મહોત્ત્સવ સ્પર્ધાનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા
——
સાંસદ ખેલ મહોત્સવ થકી યુવાઓની પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ મળ્યું : કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા
—
કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા અને મેયર શ્રી ભરતભાઈ બારડે નારગેલ જેવી રમતો રમીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યાં
—



ભાવનગર શહેરના સિદસર સ્પોર્ટ્સ કોમ્પેલેક્ષ ખાતે ભાવનગર-બોટાદ જિલ્લા કક્ષાની બહેનો માટેની સાંસદ ખેલ મહોત્ત્સવ સ્પર્ધાનો કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાએ પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, દેશનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ સાંસદ ખેલ મહોત્સવ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.સાંસદ ખેલ મહોત્સવ થકી આજે શહેર, જિલ્લા અને અંતરિયાળ વિસ્તારના યુવાઓની પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ મળી રહ્યું છે.૧.૭૮લાખથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવીને રમતક્ષેત્રે અભૂતપૂર્વ રસ દાખવ્યો છે.તે બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતાં.દિવ્યાંગ ખેલાડીઓમાં રહેલી કુશળતા, કૌવતને બહાર લાવવા માટે સાંસદ ખેલ મહોત્સવ ખુબ જ મહત્વપૂર્ણ બની રહ્યો છે, વિવિધ રમતો થકી દરેક ખેલાડીઓમાં ખેલદિલીની ભાવના વિકસી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
સાંસદ ખેલ મહોત્સવ સ્પર્ધા દરમિયાન કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા અને મેયર શ્રી ભરતભાઈ બારડે ભૂલાતી જતી નારગેલ જેવી રમતો રમીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યાં હતા.
આ સ્પર્ધામાં જિલ્લાભરના ૨૫૦૦ થી વધુ મહિલા રમતવીરોએ તેમજ ૩૦૦ થી વધુ ભાઈઓએ વિવિધ રમતોમાં સહભાગી થયાં હતાં.કોથળા દોડ, સંગીત ખુરશી, નારગેલ, ગોળ ફેંક જેવી રમતો રમાડવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મેયરશ્રી ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઇ રાબડીયા,આગેવાન શ્રી ભરતભાઈ મેર, શ્રી રોહિતભાઈ બગદરીયા, શ્રી મુકેશભાઈ ડાભી, શ્રી કિશોરભાઈ, શ્રી જીગરભાઈ, શ્રી પ્રકાશભાઈ, જિલ્લા રમતગમત અધિકારી શ્રી નરેશભાઈ ગોહિલ, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી સુનિલભાઈ ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦