કોરોના ના સંક્રમણ સમયમાં માણસા, કલોલ, ગાંધીનગર, શહેર તેમજ તાલુકામાં કેસ નો ઉછાળો આવવાથી હોસ્પિટલોમાં જરૂરી ઉપકરણોની અછતથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે જ પ્રજા ની તકલીફ માં મદદરૂપ થવાને તેમજ ભૂતપૂર્વે વડાપ્રધાન રાજીવગાંધી ના શહાદત દિવસે જ ગાંધીનગર, કલોલ, માણસા, ના કોંગ્રેસી ધારાસભ્યો એ લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી પ્રજા ધર્મ બજાવ્યો છે.ગાંધીનગરના ધારાસભ્ય ડૉ.સી.જે ચાવડા એ મેડિકલ સાધનો માટે ૪૪ લાખની ગ્રાન્ટ ફાળવી છે. તેમાં ૨ એમ્બ્યુલન્સ વાન માટે ૩૦ લાખ, મેડિકલ ઇકિવપમેન્ટ માટે ૧૪ લાખ પડાવી દીધા છે. આદરજ આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૫ લાખના ખર્ચે એમ્બ્યુલસ ,રાંધેજા શકે શ્રી એન.એન. સાર્વજનિક હોસ્પિટલ એન્ડ શ્રીમતી એસ.જી. મેટરનીટી હોમ માટે ૧૫ લાખના ખર્ચે એમ્બ્યુલન્સ, ૪ લાખના ખર્ચે ૩ નંગ મલ્ટીપેરા મોનિટરન,૪ લાખના ખર્ચે ઓક્સિજનલાઈન,૬ લાખના ખર્ચે અને સ્થિયા ટ્રોલી વીથ વેન્ટીલેટર આપવા માટે ભલામણ કરી છે. બીજી તરફ માણસા ના ધારાસભ્ય સુરેશભાઈ પટેલ તાલુકાના ચાર આરોગ્ય કેન્દ્રોમાં નવી સુવિધા માટે ૧૭ લાખની ગ્રાન્ટ ફાળવી છે.તેમાં માણસાની હોસ્પિટલ ૧૫ લાખની ગ્રાન્ટ કોવિડ દર્દીઓની સારવાર માટે, હોસ્પિટલમાં રિપોર્ટ એક જગ્યાએ થઈ શકે તે માટે લેબોટરી અને આઈ.સી.યુ ઓન વહીલ – એબ્યુલન્સ માટે ૪૨.૪૭ લાખની ગ્રાન્ટ ફાળવી છે. સોજા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની લેબોરેટરીમાં સેલ -કાઉન્ટર મશીન ઓટો એને લાઈઝર માટે પાંચ લાખ બાલવા સાર્વજનિક દવાખાનામાં લેબ ટેસ્ટીગ તથા કાઉન્ટર મશીન વિથ દીડાઈમર માટે પાંચ લાખ, પુંધરા પ્રા.આ .કેન્દ્ર માટે પાંચ બેડ ની ઓક્સિજન સાથેની સુવિધા અને ઓક્સિજનની સેન્ટ્રલલાઈન માટે બે લાખ, અને ઇટાદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સેલ કાઉન્ટર મશીનવિથ સોલ્યુશન એન્ડ મીડિયા, જનરેટર, ઓક્સિજન કોન્સ્ટેસ્ટર મશીન માટે , પાંચ લાખની આરોગ્ય કેન્દ્રમાં સત્તર લાખ ની ગ્રાન્ટ ફાળવી છે. જ્યારે કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર કલોલ ની વિવિધ હોવિડ હોસ્પિટલમાં પોતાની ગ્રાન્ટ ફાળવી હતી . જેમાં કલોલ શહેરમાં સેન્ટ ઝેવીયર્સ રોડ પર આવેલ નૂરમોહમદી હોસ્પિટલ ૨૨ લાખની ગ્રાન્ટ ફાળવી છે. બળદેવજી ઠાકોર અગાઉ કલોલ સિવિલ ને ૨૫, કલોલ ગુરૂકુળ હોસ્પીટલ અને ૩૧ લાખની ગ્રાન્ટ ફાળવી છે. જેમાં ૪૦ બેડ અને ઓક્સિજન પ્લાન્ટ સેટ અપ , ૪ બેક અપ મશીન અને થ્રેશિંયા ટ્રોલી,અધતન સામગ્રી સાથે ઇકો એમ્બ્યુલન્સ વાનતેમજ ડેન્ટલ ચેર જરૂરી ઈન્સ્ટુમેન્ટ વસાવવામાટે ૨૨ લાખની ગ્રાન્ટ ફાળવી છે. આમ ,કાલોલ ,માણસા ,ગાંધીનગર ના કોગ્રેશી ધારાસભ્યો લાખોની ગ્રાન્ટ ફાળવીને પ્રજાજનો ના હિતમાં કરેલ કાર્યવાહી ને સમગ્ર વિસ્તાર ના પ્રજા જનો એ બિર દાવ્યું છે .