કોરોનાથી મુક્ત થયા બાદ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સચિવાલય સ્થિત તેમની ઓફિસે પહોંચ્યા અને કાર્યભાર સંભાળ્યો છે. નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોનાથી પ્રભાવિત છે. રાજ્ય સરકાર કોરોનાને નાથવા સતત પ્રયત્નો કરી રહી છે. તેમણે કહ્યું કે ૨૪ એપ્રિલે કોરોનાથી સંક્રમિત થયા બાદ મારે યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી.
કોરોના મુક્ત થયા બાદ પણ ઓક્સિજન લેવલ ઓછું હોવાથી મારે વધુ ૧૦ દિવસ ઘરે આરામ કરવો પડ્યો.
નીતિન પટેલે જણાવ્યું કે કોરોનાનું સંક્રમણ ઘટતાં સરકારે વેપાર-ધંધાને છૂટ આપી છે. જાે આ જ પ્રકારે કેસમાં સતત ઘટાડો થશે તો સરકાર દુકાનો ખોલવાની સમયમર્યાદામાં વધારો કરશે.ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસ રોગનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે નીતિન પટેલે જણાવ્યું કે મહાનગરોની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પૂરતી સારવાર મળે તેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે હાલ દર્દીઓ માટે જરૂરી એવા ઇન્જેક્શનની અછત છે પરંતુ સરકાર વધુ ઇન્જેક્શન મળે તે માટે પ્રયાસો કરી રહી છે.
અમદાવાદની જીફઁ હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના ઇન્જેક્શન લેવા માટે આવેલા લોકો અટવાયા. એસવીપી હોસ્પિટલ દ્વારા ઇન્જેક્શનનો સ્ટોક પૂરો થયો હોવાના બોર્ડ લગાવ્યાં. જેથી ઈન્જેક્શન લેવા માટે આવેલા લોકોની હાલાકીમાં વધારો થયો છે. રાજ્યના આરોગ્ય વિભાગે ઇન્જેક્શન મામલે આરોગ્ય વિભાગે સુધારો કર્યો છે. હવે મ્યુકરમાઇકોસીસના ઇન્જેક્શન અમદાવાદની એસવીપી હોસ્પિટલના બદલે એલ.જી હોસ્પિટલમાંથી મળશે. જેથી કેટલાક દર્દીઓના સગા ઈન્જેક્શન માટે એસવીપી પહોંચ્યાં હતાં.