ખેડા જિલ્લાની ઔદ્યોગિક અદાલતે મહત્વપૂર્ણ ચૂકાદો સંભળાવ્યો છે જેમાં મહેમદાવાદ નગરપાલિકાના કામદારોને 25 વર્ષ બાદ ન્યાય મળ્યો છે. કોર્ટે મહેમદાવાદ નગરપાલિકાના 9 કામદારો ને 1 કરોડ કરતાં વધારે રકમ ચૂકવવા માટે આદેશ કર્યો છે.
અદાલતો દ્વારા પણ કર્મચારીઓ ને તેઓની સેવા માટે કાયમી ગણી સમાવેશ કરવા હુકમો કર્યા હતા છતાં કેટલાક કર્મચારી રિટાયર્ડ અને એકાદ નું મૃત્યુ થયું છે ત્યારે હવે કોર્ટ ના 2025 ના ઔદ્યોગિક અદાલતના ચૂકાદાથી કર્મચારીઓને 25 વર્ષે ન્યાય મળ્યો છે તેવો અહેસાસ થયો છૅ
ઔદ્યોગિક અદાલત દ્વારા 1 કરોડ થી વધુ રકમ ચૂકવવા માટે આદેશ કર્યો
મહેમદાવાદ નગરપાલિકા માં વર્ષ 2000 થી કામ કરતા કામદારો ના આર્થિક શોષણ ને લઈને કામદારો દ્વારા પોતાના હક્કો માટે કોર્ટનું શરણ લીધું હતું. મહેમદાવાદ નગરપાલિકામાં ફરજો દરમ્યાન કાયમી કરવા માટે કોર્ટ માં કેસ દાખલ કર્યો હતો જેમાં કોર્ટ દ્વારા કર્મચારીઓ નો સમાવેશ કરવા 2013 માં આદેશ કરાયો હતો આમ છતાં કાયદાકીય લડત ચલાવી કેસ ને લંબાવી રાખ્યો હતો આખરે ઔદ્યોગિક અદાલત દ્વારા 1 કરોડ થી વધુ રકમ ચૂકવવા માટે આદેશ કર્યો છે. ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા મહેસુલી રાહે વસુલાત માટે કાર્યવાહી કરે તે માટે કોર્ટે ઓર્ડર કરી પ્રમાણપત્ર આપ્યું છે.
કર્મચારીઓના વેતન અને કાયમી કરવાના પેન્ડિંગ કેસો
રાજ્યમાં અનેક નગરપાલિકામાં કર્મચારીઓના વેતન અને કાયમી કરવાના પેન્ડિંગ કેસો છે. ત્યારે નડિયાદ ની અદાલત ના આ ચૂકાદા બાદ રાજ્યના અન્ય કર્મચારીઓ ને પણ લાભ મળશે તેમ જણાય છે.