હવે રજિસ્ટર બાનાખત એકતરફી રદ્દ થઈ શકશે નહીં, વ્યક્તિની તપાસ કરવાનો આદેશ

Spread the love

 

જ્યારે મકાન-ફ્લેટ ખરીદવાનો હોય છે ત્યારે બાનાખત બનાવવાનો હોય છે. પરંતુ ક્યારેક બાનાખત રદ્દ પણ કરવામાં આવે છે. હવે જમીન-મિલકત સંબંધિત બાનાખતના દસ્તાવેજોની નોંધણી માટે સબ રજિસ્ટ્રાર કચેરીમાં એક તરફી ચાલતા રદ્દીકરણ સામે હાઈકોર્ટે લાલ આંખ કરી છે. રાજ્યના નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ જેનુ દેવને પરિપત્ર કરી રજિસ્ટર બાનાખત રદ્દ કરવાના મામલે દસ્તાવેજ રજૂ કરનાર વ્યક્તિની તપાસ કરવાનો આદેશ રજૂ કર્યો છે.

નોંધણી સર નિરીક્ષકનો પરિપત્ર
નોંધનીય છે કે રાજ્યની ઘણી સબ રજિસ્ટ્રાર કચેરીમાં બિલ્ડર્સ, ડેવલપર્સ દ્વારા રજૂ કરવામાં આવેલા બાનાખતોને રદ્દ કરવા માટે રદ્દીકરણ લેખ રજૂ થાય ત્યારે એક તરફી હોવાની ઘટનાઓ વધી રહી છે. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે 1970ના ગુજરાત નોંધણી નિયમોનો ચૂસ્ત અમલ કરવાની સૂચના આપી હતી.

હાઈકોર્ટના આદેશ બાદ નોંધણી સર નિરીક્ષકે એક પરિપત્રમાં જણાવ્યું કે દસ્વાતેજ નોંધણી અધિકારીઓએ લેખ રજૂ કરનાર વ્યક્તિ યોગ્ય છે? સક્ષમતા ધરાવે છે? તેની ચકાસણી કરવાની રહેશે. મહત્વનું છે કે બનાખત કોઈ એકપક્ષ દ્વારા રદ્દ થઈ શકતા નથી. જો આમ થાય તો તેનું કોઈ મહત્વ રહેતું નથી. જેથી નોંધણી અધિકારી તમામ દસ્તાવેજોની ઝીણવટપૂર્વક તપાસ કરે તેવો આદેશ કરવામાં આવ્યો છે.

બનાખત નોંધણીમાં દસ્તાવેજ કરી આપનાર વ્યક્તિ આધાર બેઝ વેરિફિકેશન એટલે કે અધિકૃતતા માટે સુવિધાનો ઉપયોગ કરે અને પ્રક્રિયા સરળ હોય તો દસ્તાવેજ કરી આપનારને નોંધણી અધિનિયમ- 1908 કલમ-34 મુજબ ઓળખની ખાતરી થઈ જતી હોવાથી ઓળખ કે ખરાઈ માટે બીજી કોઈ પ્રક્રિયાની જરૂર રહેતી નથી. આ વ્યવસ્થાનો અમલ કરવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *