- Surendranagarભ્રષ્ટાચાર કેસમાં સુરેન્દ્રનગરમાં તપાસ બની વધુ તેજ
- શનિ-રવિની રજા છતાં કચેરીમાં તપાસનો ધમધમાટ
- શનિવાર આખી રાત ફાઈલોની કરાઈ રહી છે ચકાસણી
- EDની રેડ બાદ કલેક્ટર કચેરીની તમામ ફાઈલની તપાસ
Surendranagar Corruption Case: ગુજરાતમાં ભ્રષ્ટાચાર સામેના જંગમાં સુરેન્દ્રનગર હાલ હોટસ્પોટ બન્યું હોય તેમ જણાય છે. ED (Enforcement Directorate) ના દરોડા બાદ હવે જિલ્લા તંત્ર દ્વારા આંતરિક તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.
Surendranagar: NA ફાઈલો અને સોલાર પ્રોજેક્ટ્સ પર ખાસ વોચ
આ તપાસમાં મુખ્યત્વે જમીન મહેસૂલ અને NA (Non-Agricultural) કરવામાં આવેલી ફાઈલો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ખાસ કરીને સોલાર એનર્જીના નામે જમીન સોદાઓ થયા હોવાનું બહાર આવ્યું છે. તેમાં મોટા પાયે ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે. કયા ગામમાં, કેટલી જમીન અને કયા ઉદ્યોગપતિ કે વ્યક્તિને ફાળવવામાં આવી છે તેનું સચોટ લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. કેટલી ફાઈલોને NA ની મંજૂરી આપવામાં આવી?, આ ફાઈલો કોના દ્વારા અને કયા હેતુ માટે મૂકવામાં આવી હતી?, સોલાર પ્રોજેક્ટ્સ માટે અપાયેલી જમીનોની ફાઈલો કેટલી છે અને તે કયા ગામની છે?. તે તમામ વિગતો એકઠી કરાઈ રહી છે.
તારીખ અને વર્ષ વાઈઝ ડેટા તૈયાર કરવાની કામગીરી
તપાસને વધુ સચોટ બનાવવા માટે અધિકારીઓએ ડેટાનું વર્ગીકરણ શરૂ કર્યું છે. દરેક ફાઈલ કઈ તારીખે રજૂ થઈ, કયા મહિનામાં તેને મંજૂરી મળી અને કયા વર્ષનો આ કિસ્સો છે, તેની વિગતવાર નોંધણી કરવામાં આવી રહી છે. આ લિસ્ટમાં જેમના નામો ખુલશે તેમની સામે આગામી દિવસોમાં કડક કાર્યવાહી થઈ શકે છે. EDની તપાસમાં જે કડીઓ મળી છે તેને આ ફાઈલો સાથે જોડીને મોટા કૌભાંડનો પર્દાફાશ કરવાની દિશામાં તંત્ર આગળ વધી રહ્યું છે.