ગુજરાતના ડે. મુખ્યમંત્રી નિતિન પટેલને કોરોના થતાં ૧ મહીનો જેટલું આરામ કર્યો છે. ત્યારે ક્યારેય જપીને બેસે નહીં, કામ એટલે કામ, ત્યારે હાજર હોય એટલે રોજબરોજ ૪૦૦થી વધારે આરદારોની તકલીફો સાંભળે, અને સૌથી વધારે હાજરી પણ સ્વર્ણીમ સંકુલમાં તેમની દેખાય, અને સૌથી વધારે મળવાવાળા અરજદારોની સંખ્યાનો આંકડો પણ વધારે તેમનો નોંધાઇ રહ્યો છે. હા, તંત્ર ઉપર પક્કડ આજે પણ અકબંધ છે, પણ પ્રથમ લહેરમાં ખૂબજ દોડ્યા, પણ બીજી લહેબમાં નિતિન પટેલ કોરોનાની અડફેટે આવી ગયા, આજે ૬૪ વર્ષની વધારે વય હોવા છતાં આટલા દોડતાં નિતિન પટેલ પોતે કોરોનાથી સંક્રમીત થતાં લાખો તેમના ચાહકોએ તેમને ઝડપી સારા સારા થઇ જાય તે માટે પ્રાર્થના કરી હતી. ત્યારે તેમના એક ચાહકે તો નિતિન પટેલ સાજા થઇ જાય તો સિવિલમાં ટ્રક ભરીને ફ્રુટ વેચીશ તેવી માનતા માની હતી, અને માનતા પૂર્ણ પણ કરી, ય્ત્ન-૧૮ ની સિવિલ ખાતે તેમના ચાહક એવા બાબુભાઇ પટેલ (અશ્વમેઘવાળા) ને આખે આખી ફ્રુંટ ની ટ્રક ઉતરાવી હતી, તેમા ંકેળા, સફરજન, લીલા નાળીયેરથી લઇને તમામ સિવિલમાં (દર્દીઓથી લઇને દર્દીઓના સગાઓ માટે આખે આખી ટ્રક ખાલીકરી લીધી હતી.
હા, નિતિન ભાઇના ચાહકો પણ એટલા જ છે, પણ પટેલ ભાથી આમ જાેવા જઇએ તો કોડા છાપ, છણકો, કર્યા વગર ન રહે, સાંરુ થઇ ગયું હોય એ શુભેચ્છાઓના ફોન આવે તો કહે, હા, ભાઇ મને સારું થઇ ગયું છે. હવે ફોન ન કરતાં, પણ મનમાં કોઇ નહીં, નિતિનકાકાનો મુડ જાેવો હોય તો ઓફીસમાં બેઠા હોય અને કાચમાંથી જાેઇને તેમને આંખની નેણ પટપટાવે તથા હસતા વધારે હોય ત્યારે મળી આવું, કામ થઇ જા, બાકી હજારો નહીં લાખો લોકોના કામ અરજદારોના કર્યા છે, ડે. મુખ્યમંત્રીની ત્યાંથી સૌથી વધારે ભલામણ તેમણે પાઠવેલ છે.