જેપી ની ટીમના વિશ્વાસુ કટપ્પા, બીજેપીના ચાર મહામંત્રીઓમાં પ્રશાંત કોરાટને મહત્વની જવાબદારી

Spread the love

મહામંત્રીમાં કન્યા રાશિનું સતત પર્ફોર્મન્સ, સાથે મજબૂતાઈ,

અગાઉ પ્રદિપસિંહ જાડેજા, પ્રદીપસિંહ વાઘેલા, હવે પ્રશાંત કોરાટ (પ્ર)

જેપી ની ટીમના વિશ્વાસુ કટપ્પા, બીજેપીના ચાર મહામંત્રીઓમાં પ્રશાંત કોરાટને મહત્વની જવાબદારી

 

ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખથી લઈને શહેર બોડીનું ઘણા સમયથી ઘોંચમાં હતું, ત્યારે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ બન્યા બાદ બે મહિના સુધી નવી નિમણૂકોમાં ચાયણીની જેમ ચ ણાતું હતું, ત્યારે બુધવારના રોજ ચાર મહામંત્રીઓ પૈકી બાહુબલી એવા વિશ્વાસુ મજબૂત મહામંત્રી પદે પ્રશાંત કોરાટ (કટપ્પા) જગદીશ પંચાલ, (jp) ની ટીમમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત હેડ ક્વાર્ટર્સ ની જવાબદારી સોંપાય છે, એટલે કે કમલમ (કોબા) ખાતે પ્રશાંત કોરાટ વર્ષના મોટાભાગના દિવસોમાં ત્યાં તેમની હાજરી દેખાશે, પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી બાદ ગુજરાત ભાજપના સંગઠનમાં તેઓ ત્રીજા ક્રમના સૌથી પ્રભાવી નેતા રહેશે, આ અગાઉ પણ કન્યા રાશિનો દબદબો રહ્યો છે, પ્રદીપસિંહ જાડેજા, પ્રદીપસિંહ વાઘેલાને પણ દક્ષિણ ગુજરાત અને હેડ ક્વાર્ટરની જવાબદારી સોપી હતી અને તેથી તેઓ સંગઠનના મજબૂત નેતા બન્યા હતા. કોરાટ ખૂબ યુવા વયથી જ અને લાંબા સમયથી વાઘેલા સાથે નીકટતા ધરાવતા હોવાથી તેઓને આ પદ મળે તે સ્વાભાવિક જણાય છે. આ સિવાયના મહામંત્રીઓ પૈકી અનિરુદ્ધ દવેને સૌરાષ્ટ્ર ઝોન. અજય બ્રહ્મભટ્ટને ઉત્તર ઝોન અને હિતેન્દ્રસિંહ ચૌહાણને મધ્ય ગુજરાતની જવાબદારી સોપાઈ છે. આ જોતા વિશ્વકર્માએ જે-તે મહામંત્રીને તેમના પોતાના પ્રદેશને બદલે અન્ય પ્રદેશની સંગઠનાત્મક કામગીરીનું કામ આપ્યું છે. હવે આ મહામંત્રીઓ ટૂંક સમયમાં પોતાને સોપાયેલા વિસ્તારોમાં પ્રવાસ કરશે.


જેપી ની ટીમમાં યુવાનોનો કાફલો, દોડી શકે અને સમય ફાળવી શકે તેવા નવા નવયુવાનો હવે પ્રદેશ કક્ષાએ જવાબદારી નિભાવશે, બાકી “કન્યા” રાશિનો દબદબો આજે પણ અકબંધ, ત્રણ ટર્મથી “કન્યા” રાશિનું શુકાનીપદ જોવા જઈએ તો (પ્ર) પ્રથમ અક્ષરને જ મળ્યું છે, પક્ષને મજબૂત કરવા અને છેવાડાના માનવી સુધી ભાજપમાં નવા કાર્યકરો જોડવા પણ હવે બ્યુંગલ ફૂંકાશે,


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *