
ગુજરાતમાં ડીજીપી તરીકે વિકાસ સહાયની વિદાય બાદ ઈન્ચાર્જ ડીજીપી તરીકે ડો. કે.એલ.એન. રાવની નિમણૂક કરવામાં આવી છે. સાથે જ નવા વર્ષની શરૂઆત સાથે જ ગુજરાત સરકારે વહીવટી અને પોલીસ વિભાગમાં મોટા ફેરફાર કરીને અધિકારી વર્ગને શુભ સંદેશો આપ્યો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ (GAD) અને ગૃહ વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આદેશ મુજબ IAS અને IPS કેડરમાં વ્યાપક સ્તરે બઢતી આપવામાં આવી છે.
5 IASને પ્રિન્સિપલ સેક્રેટરી ગ્રેડમાંથી ACS તરીકે બઢતી
1996 બેચના પાંચ વરિષ્ઠ IAS અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરી ગ્રેડમાંથી એડિશનલ ચીફ સેક્રેટરી (ACS) તરીકે બઢતી આપવામાં આવી છે. આ બઢતી સાથે તેમને પે-મેટ્રિક્સ લેવલ-17 મુજબ રૂ.2.25 લાખ ફિક્સ પગારનો લાભ મળશે. બઢતી મેળવનાર અધિકારીઓને અન્ન અને નાગરિક પુરવઠા, નાણાં, આરોગ્ય, ઉદ્યોગ-ખાણ અને ઉચ્ચ તથા ટેકનિકલ શિક્ષણ જેવા મહત્વના વિભાગોની જવાબદારી સોંપાઈ છે.
14 IPSને DGP, IGP અને DIG ગ્રેડમાં પ્રમોશન
તેની સાથે જ, નવા વર્ષના પહેલા જ દિવસે પોલીસ બેડામાં પણ મોટા ફેરફાર થયા છે. રાજ્યના 14 વરિષ્ઠ IPS અધિકારીઓને DGP, IGP અને DIG ગ્રેડમાં પ્રમોશન આપવામાં આવ્યા છે. વડોદરા શહેરના પોલીસ કમિશનરની પોસ્ટને અપગ્રેડ કરીને DGP ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે, જ્યારે લો એન્ડ ઓર્ડર, આર્મડ યુનિટ્સ અને શહેર પોલીસના મહત્વના અધિકારીઓને ઉચ્ચ જવાબદારી સોંપાઈ છે.
ડેપ્યુટેશન પર રહેલા અધિકારીઓને પ્રોફોર્મા પ્રમોશનનો લાભ
અમદાવાદ અને સુરત જેવા મહાનગરોમાં પોલીસ વહીવટ મજબૂત બને તે દિશામાં IGP અને DIG સ્તરે પણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઇન્ટેલિજન્સ, SRPF અને ઇકોનોમિક વિંગ જેવા સંવેદનશીલ વિભાગોમાં કામ કરતા અધિકારીઓને પણ ઉચ્ચ ગ્રેડમાં પ્રમોશન મળ્યું છે. કેન્દ્ર સરકાર અથવા અન્ય એજન્સીમાં ડેપ્યુટેશન પર રહેલા અધિકારીઓને પ્રોફોર્મા પ્રમોશનનો લાભ આપવામાં આવ્યો છે.
28 IPSને જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ તેમજ સિલેક્શન ગ્રેડમાં બઢતી
આ ઉપરાંત, રાજ્યના 28 IPS અધિકારીઓને જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ તેમજ સિલેક્શન ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે. નવા વર્ષની શરૂઆતમાં લેવામાં આવેલા આ નિર્ણયને વહીવટી સ્થિરતા અને કાર્યક્ષમતા વધારવાના મહત્વના પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે.
મુખ્ય બઢતીની વિગતો
બઢતી મેળવનાર અધિકારીઓની યાદી અને તેમના વિભાગ
મોના કે. ખંધાર (IAS): અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી
ડો. ટી. નટરાજન (IAS): નાણાં વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી
રાજીવ ટોપ્નો (IAS): આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી
મમતા વર્મા (IAS): ઉદ્યોગ અને ખાણ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી
મુકેશ કુમાર (IAS): શિક્ષણ વિભાગ (ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ)માં એડિશનલ ચીફ સેક્રેટરી બઢતી
DGP ગ્રેડમાં પ્રમોશન
નરસિમ્હા એન. કોમર: વડોદરા શહેરના પોલીસ કમિશનરને DGP ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે. તેમની પોસ્ટને પણ અપગ્રેડ કરવામાં આવી છે.
ડો. પ્રફુલ્લ કુમાર રોશન: એડિશનલ DGP (આર્મડ યુનિટ્સ, રાજકોટ)ને હવે DGP (આર્મડ યુનિટ્સ) તરીકે બઢતી અપાઈ છે.
ડો. એસ. પાંડિયા રાજકુમાર: એડિશનલ DGP (લો એન્ડ ઓર્ડર, ગાંધીનગર)ને DGP (લો એન્ડ ઓર્ડર) તરીકે પ્રમોશન મળ્યું છે.
IGP ગ્રેડમાં પ્રમોશન
નીરજકુમાર બડગુજર: અમદાવાદ શહેર (સેક્ટર-1)ના એડિશનલ પોલીસ કમિશનરને પ્રમોશન આપી સંયુક્ત પોલીસ કમિશનર (JCP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
સેન્ટ્રલ ડેપ્યુટેશન પર રહેલા એમ.એસ. સારા રિઝવી, શોભા ભૂતડા અને પ્રદીપ શેજુળને પ્રોફોર્મા પ્રમોશન આપવામાં આવ્યું છે.
DIG ગ્રેડમાં પ્રમોશન
ડો. સુધીરકુમાર જે. દેસાઈ: એસ.પી. (ઇન્ટેલિજન્સ, ગાંધીનગર)થી DIG (ઇન્ટેલિજન્સ) તરીકે બઢતી.
શબલરામ મીણા: રાજ્યપાલના ADCને DIG ગ્રેડમાં બઢતી અપાઈ છે.
ડો. કરણરાજ વાઘેલા: DCP (ઇકોનોમિક વિંગ, સુરત)ને એડિશનલ પોલીસ કમિશનર તરીકે પ્રમોશન મળ્યું છે.
એસ.વી. પરમાર: કમાન્ડન્ટ (SRPF, મહેસાણા)ને DIG ગ્રેડમાં બઢતી.
એ.એમ. મુનિયા: કમાન્ડન્ટ (SRPF, ગોધરા)ને DIG ગ્રેડમાં બઢતી.
પ્રોફોર્મા પ્રમોશન (ડેપ્યુટેશન પર રહેલા અધિકારીઓ)
કેન્દ્ર સરકાર અથવા અન્ય કેડરમાં ડેપ્યુટેશન પર ફરજ બજાવતા અધિકારીઓ જેવા કે ડો. વિપુલ અગ્રવાલ (DDA, દિલ્હી) અને સૌરભ સિંહ (R&AW) ને પણ તેમના મૂળ કેડરમાં પ્રમોશનના આધારે પ્રોફોર્મા પ્રમોશનનો લાભ આપવામાં આવ્યો છે.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા 1 જાન્યુઆરી, 2026ના રોજ જાહેર કરાયેલા આદેશ મુજબ રાજ્ય કેડરના બે વરિષ્ઠ IAS અધિકારીઓને HAG (લેવલ-15) પે સ્કેલમાં બઢતી આપવામાં આવી છે.
અમદાવાદના સ્ટેટ ટેક્સના ચીફ કમિશનર તરીકે ફરજ બજાવતા IAS અધિકારી આરતી કંવરને HAG સ્કેલ (પ્રિન્સિપલ સેક્રેટરી કક્ષાનો દરજ્જો) આપવામાં આવ્યો છે. બઢતી બાદ પણ તેઓ અમદાવાદમાં ચીફ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ તરીકે જ ફરજ બજાવશે.
હાલમાં કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં સંયુક્ત સચિવ (Joint Secretary) તરીકે નવી દિલ્હીમાં ફરજ બજાવતા IAS વિજય નેહરાને પ્રોફોર્મા બઢતી આપવામાં આવી છે. તેમને પણ HAG સ્કેલ (પ્રિન્સિપલ સેક્રેટરી કક્ષાનો દરજ્જો) મળ્યો છે અને તેઓની સેવાઓ કેન્દ્ર સરકાર પાસે જ ચાલુ રહેશે.
સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ 2010 બેચના કુલ 7 IAS અધિકારીઓને સુપર ટાઈમ સ્કેલ (લેવલ-14)માં બઢતી આપવામાં આવી છે. બઢતી સાથે મોટાભાગના અધિકારીઓને હાલની જ જગ્યાએ કામગીરી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.
2 IASની HAG સ્કેલમાં બઢતી
આરતી કંવર (IAS,2001 બેચ્)
વિજય નેહરા (IAS, 2001 બેચ્)
2010 બેચના 7 IASને સુપર ટાઈમ સ્કેલમાં બઢતી
નામ – હાલનું પદ
આનંદ બાબુલાલ પટેલ – કલેક્ટર, કચ્છ-ભુજ
સુજીત કુમાર – કલેક્ટર, અમદાવાદ
ડૉ.નરેન્દ્ર કુમાર મીણા – મ્યુનિસિપલ કમિશનર, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન
બી.એચ.તલાટી – ડાયરેક્ટર, ટેકનિકલ એજ્યુકેશન, ગાંધીનગર
કે.એલ.બચાણી – ડાયરેક્ટર, માહિતી વિભાગ, ગાંધીનગર
તુષારકુમાર વાય.ભટ્ટ – કલેક્ટર, પાટણ
ડૉ. હાર્દિક સતીષચંદ્ર શાહ – પ્રાઇવેટ સેક્રેટરી ટુ પ્રાઈમ મિનિસ્ટર, નવી દિલ્હી (પ્રોફોર્મા બઢતી)
2013 બેચના IASને સિલેક્શન ગ્રેડમાં બઢતી
બઢતી મેળવનાર અધિકારી – વર્તમાન પોસ્ટિંગ
સ્તુતિ ચારણ – CEO, વોટર ઍન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (WASMO), ગાંધીનગર
મનીષ કુમાર – કલેક્ટર, ભાવનગર
ક્ષિપ્રા સૂર્યકાંતરાવ આગ્રે – કલેક્ટર, નવસારી
અરુણ મહેશ બાબુ – મ્યુનિસિપલ કમિશનર, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
ડૉ. હર્ષિત પૃથ્વીરાજ ગોસાવી – સંયુક્ત સચિવ(કાયદો અને વ્યવસ્થા),ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગર
યોગેશ બાબનરાવ નિરગુડે – કલેક્ટર, દાહોદ
અમિત પ્રકાશ યાદવ – કલેક્ટર, ખેડા-નડિયાદ
કે.એસ.વસાવા – જિલ્લા વિકાસ અધિકારી, ડાંગ-આહવા
આર.આર.ડામોર – સંયુક્ત સચિવ, ક્લાઈમેટ ચેન્જ વિભાગ, સચિવાલય
આર.એમ.ડામોર – સંયુક્ત સચિવ, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, સચિવાલય
એન.વી.ઉપાધ્યાય – કલેક્ટર, ગીર-સોમનાથ
પી.બી.પંડયા – જિલ્લા વિકાસ અધિકારી, અમરેલી
પ્રજેશકુમાર આર.રાણા – ડિરેક્ટર ઓફ સ્કૂલ્સ, ગાંધીનગર
2017 બેચના IASને જૂનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડમાં બઢતી
બઢતી મેળવનાર અધિકારી – હાલનું પોસ્ટિંગ
મનીષ ગુરવાણી – મ્યુનિસિપલ કમિશનર, ગાંધીધામ
સ્વપ્રિલ ખરે – મ્યુનિસિપલ કમિશનર, મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન
ગૌરવ દિનેશ રમેશ – ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન
મિરાંત જતીન પરીખ – ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
ગંગા સિંહ – ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન
સુરભિ ગૌતમ – રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, વડોદરા
ડૉ. પ્રશાંત જિલોવા – રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ, અમદાવાદ
મિલિંદ બાપણા – મ્યુનિસિપલ કમિશનર, આણંદ મ્યુનિસિપલ કોર્પોરેશન
વિકલ્પ ભારદ્વાજ – કલેક્ટર, અમરેલી
એ.બી.પાંડોર – જિલ્લા વિકાસ અધિકારી, દેવભૂમિ દ્વારકા
બી.બી.ચૌધરી – જિલ્લા વિકાસ અધિકારી, પોરબંદર
બી.સી.પરમાર – ઓફિસર ઓન સ્પેશિયલ યુટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
2022 બેચના IASને સિનીયર ટાઈમ સ્કેલ(લેવલ-11)માં બઢતી
બઢતી મેળવનાર અધિકારી – ડાલનું પોસ્ટિંગ
મેડક જૈન – આસિસ્ટન્ટ કલેક્ટર, રાજકોટ (સિટી-2), રાજકોટ
પ્રતિભા દડિયા – આસિસ્ટન્ટ કલેક્ટર, ભાવનગર જિલ્લા
વિધ્યાસાગર – આસિસ્ટન્ટ કલેક્ટર, ધંધુકા, અમદાવાદ જિલ્લા
વંદના મીણા – આસિસ્ટન્ટ કલેક્ટર, કેશોદ, જૂનાગઢ જિલ્લા
હિરેન જિતેન્દ્રભાઈ બારોટ – આસિસ્ટન્ટ કલેક્ટર, પેટલાદ, આણંદ જિલ્લા
રાજેશ કુમાર મૌર્ય – આસિસ્ટન્ટ કલેક્ટર, રાધનપુર, પાટણ જિલ્લા
સ્વપ્રિલ મહાદેવ સિસલે – આસિસ્ટન્ટ કલેક્ટર, ધ્રોલ, જામનગર જિલ્લા
ઓમકાર રાજેન્દ્ર શિંદે – આસિસ્ટન્ટ કલેક્ટર, નિઝર, તાપી જિલ્લા
લેફ્ટ. કર્નલ અમોલ શાંતારામ આવાટે – આસિસ્ટન્ટ કલેક્ટર, દ્વારકા, દેવભૂમિ દ્વારકા
પ્રતીક જૈન – આસિસ્ટન્ટ કલેક્ટર, મેંદરડા, જૂનાગઢ
બી.સી.પરમાર – ઓફિસર ઓન સ્પેશિયલ યુટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
આ ઉપરાંત, રાજ્યના 28 IPS અધિકારીઓને જુનિયર એડમિનિસ્ટ્રેટિવ ગ્રેડ તેમજ સિલેક્શન ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે. નવા વર્ષની શરૂઆતમાં લેવામાં આવેલા આ નિર્ણયને વહીવટી સ્થિરતા અને કાર્યક્ષમતા વધારવાના મહત્વના પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે.