ગુજરાત સરકાર રાજ્યમાં જમીન સંપાદન, માલિકી અને મહેસૂલી પ્રક્રિયાઓને વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે કમર કસી રહી છે. એપ્રિલ 2025માં નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવાના અને પ્રિમિયમ મુક્તિના ઐતિહાસિક નિર્ણય બાદ હવે સરકાર ગણોત ધારા અને જમીન મહેસૂલ અધિનિયમ જેવા દાયકાઓ જૂના કાયદાઓમાં ‘આમૂલ પરિવર્તન’ કરવાની તૈયારી કરી રહી છે.
બે ઉચ્ચ સ્તરીય સમિતિઓની રચના
મહેસૂલ વિભાગે કાયદાકીય જટિલતાઓ દૂર કરવા માટે બે અલગ-અલગ સમિતિઓની રચના કરી છે, જેનું નેતૃત્વ અનુભવી નિવૃત IAS અધિકારીઓને સોંપવામાં આવ્યું છે. આ સમિતિ ‘ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ-1879’ માં સુધારા કરી નવો સંકલિત કાયદો તૈયાર કરશે. આ સમિતિ ‘ગણોત વહિવટ અને ખેતીની જમીન અધિનિયમ-1948’ સહિતના અન્ય મહેસૂલી કાયદાઓમાં સુધારા માટે કામ કરશે.
બિનખેડૂતો માટે ખેતીની જમીન લેવાના માર્ગો ખૂલશે?
આ સુધારાનો સૌથી મહત્વનો પાસું ‘બિનખેડૂત’ વ્યક્તિઓ માટે ખેતીની જમીન ધારણ કરવાની જોગવાઈ હોઈ શકે છે. હાલના નિયમો મુજબ, ગુજરાતમાં જે વ્યક્તિ જન્મથી ખેડૂત નથી, તે ખેતીની જમીન ખરીદી શકતી નથી. સરકાર હવે આ નિયમમાં ઢીલ આપીને બિનખેડૂતો ખેતીની જમીન ધારણ કરી શકે તે માટેના વિવિધ વિકલ્પો પર ગંભીરતાથી વિચારણા કરી રહી છે. બદલાતા સમય સાથે અપ્રસ્તુત થઈ ગયેલા કાયદાઓ અને ઠરાવોને દૂર કરી, કોર્ટના ચુકાદાઓને ધ્યાનમાં રાખીને પ્રજાલક્ષી જોગવાઈઓ અમલી બનાવવી.
હિતધારકો સાથે પરામર્શ અને રિપોર્ટ
આ બંને સમિતિઓ આગામી 6 મહિનામાં પોતાનો રિપોર્ટ સરકારને સોંપશે. આ પ્રક્રિયા દરમિયાન ગુજરાત કિસાન સંઘ, ક્રેડાઈ (CREDAI – બિલ્ડર એસોસિયેશન) અને બાર એસોસિયેશન (વકીલ મંડળો) સમિતિઓ નીચે મુજબના હિતધારકો સાથે બેઠકો યોજશે.
પુતિનના ઘર પર 91 ડ્રોનથી હુમલો,ટ્રમ્પ-ઝેલેન્સ્કીની મિટિંગ બાદ રશિયાએ કર્યો મોટો દાવો
શા માટે આ ફેરફારો જરૂરી છે?
જૂના કાયદાઓના અર્થઘટનમાં થતી વિસંગતતાઓને કારણે હજારો કેસો કોર્ટમાં લંબિત છે. પ્રિમિયમ અને મંજૂરીની પ્રક્રિયાઓ સરળ થવાથી વહીવટી પારદર્શકતા વધશે. જમીન વ્યવહારો સરળ થવાથી ઉદ્યોગ અને ખેતી ક્ષેત્રે નવા રોકાણો આવવાની શક્યતા છે. મહેસૂલ વિભાગના સંયુક્ત સચિવ રીનીશ ભટ્ટ દ્વારા જારી કરાયેલા આદેશ બાદ આ સમિતિઓએ કામગીરી શરૂ કરી દીધી છે. ટૂંક સમયમાં ગુજરાતમાં જમીન લે-વેચ અને માલિકીના હક્કોમાં એક નવા યુગની શરૂઆત થઈ શકે છે.