ઘરમાં માંકડ થઈ જાય તે સામાન્ય ઘટના છે. ઘરની દિવાલોમાં પડેલી તિરાડમાં, ફર્નીચરમાં, ઓઢવાની ચાદરમાં અને સૌથી વધુ ગાદલામાં માંકડ થતા હોય છે. ગાદલામાં છુપાયેલા માંકડ રાત્રે બહાર આવી લોહી ચુસવા લાગે છે. માંકડના કરડવાથી ખંજવાળ, લાલ ચકામા જેવી તકલીફ થાય છે. સુતા પછી વારંવાર કંઈ કરડવાના કારણે ઊંઘ ઉડી જતી હોય તો સમજી લેવું કે ગાદલામાં માંકડ થયા છે.
શિયાળામાં ટુ વ્હીલર ચલાવતી વખતે આ વસ્તુ સાથે રાખજો, ઠંડીમાં પણ શરીર અંદરથી ગરમ રહેશે
માંકડ પર સમય રહેતાં ધ્યાન આપવું જરૂરી છે કારણ કે તેની સંખ્યા ખૂબ ઝડપથી વધી જતી હોય છે. માંકડ એકવાર ઘરમાં ઘુસી જાય તો ઝડપથી ફેલાવા પણ લાગે છે. એકવાર માંકડ વધી જાય તો તેનાથી છુટકારો મેળવવો મુશ્કેલ થઈ જાય છે. જો તમે માંકડથી ઝડપથી છુટકારો મેળવવા માંગો છો તો આજે તમને કેટલીક ટીપ્સ જણાવીએ. આ ટીપ્સ ફોલો કરીને તમે માંકડનો સફાયો કરી શકો છો. આ ઉપાય કેમિકલ ફ્રી અને એકદમ સેફ છે.
ઓપન પોર્સ બંધ કરવા કરો આ સરળ કામ, આ વસ્તુ યુઝ કર્યા પછી સ્કિન એકદમ ક્લીયર દેખાશે
માંકડ દુર કરવાનો ઉપાય જાણીએ તે પહેલા એ જાણવું જરૂરી છે કે ઘરમાં માંકડ થવાનું કારણ શું હોય છે. તો તમને જણાવી દઈએ કે માંકડ થવાનું મુખ્ય કારણ ભેજ હોય છે. આ સિવાય જે જગ્યાએ માંકડ હોય તે જગ્યાએથી તમે કોઈ સામાન લાવો તો તેના માધ્યમથી પણ ઘરમાં માંકડ આવી જાય છે. ખાસ કરીને હોટલમાંથી સામાન લાવતા પહેલા દસ વખત વિચારવું.
વાયરલ થઈ છે આ જાપાની હેર વોશિંગ મેથડ, બસ 4 સ્ટેપમાં મળશે સિલ્કી અને શાઈની હેર
વાત કરીએ માંકડ દુર કરવાના ઉપાયની તો તેના માટે તમને કેટલીક વસ્તુઓની જરૂર પડશે. આ વસ્તુઓમાં મુખ્ય છે લીમડાનું તેલ અને કપૂર. લીમડાની કડવી સ્મેલથી માંકડ ઝડપથી ખતમ થાય છે. લીમડાની સ્મેલના કારણે માંકડ શ્વાસ લઈ શકતા નથી અને ગાદલામાંથી બહાર નીકળવા લાગે છે.
બાથરુમની ટાઈલ્સ પર જામેલો વર્ષો જુનો મેલ પણ 10 મિનિટમાં નીકળી જશે, ટ્રાય કરો આ રીત
સૌથી પહેલા 3 ચમચી કપૂરનો પાવડર લો અને તેને એક સ્પ્રે બોટલમાં ભરો. તેમાં હુંફાળુ પાણી ઉમેરો અને સાથે જ 3 ચમચી લીમડાનું તેલ અને 1 ચમચી વિનેગર એડ કરી સારી રીતે શેક કરો. તૈયાર કરેલા મિશ્રણને એ જગ્યાએ છાંટો જ્યાં માંકડ એકઠા થતા હોય. વધારે માંકડ હોય તો દિવસમાં 1 વાર આ સ્પ્રે છાંટવો. અથવા તમે સપ્તાહમાં એકવાર પણ આ સ્પ્રે છાંટી શકો છો.