આણંદ જિલ્લા પંચાયતની 40 બેઠકોનું નવું સીમાંકન જાહેર કરવામાં આવ્યું. રાજ્યના ચૂંટણી પંચ દ્વારા અનામત બેઠકો સહિત પ્રાથમિક સીમાંકન બહાર પાડવામાં આવ્યું.જિલ્લા પંચાયતની બેઠકો 42માંથી ઘટીને હવે 40 થઈ છે.
2011ની વસ્તી ગણતરીના આધારે સીમાંકન તૈયાર કરવામાં આવ્યું
વર્ષ 2011ની વસ્તી ગણતરીના આધારે સીમાંકન તૈયાર કરવામાં આવ્યું છે. અનેક બેઠકોના પ્રકાર બદલાતા રાજકીય સમીકરણોમાં ફેરફાર થયો છે.
ગામડી અને નવાખલ જિલ્લા પંચાયતની બેઠકો રદ્દ કરવામાં આવી છે.મોગરીના સ્થાને નવી વલાસણ બેઠક અમલમાં આવી છે.
તારાપુર બેઠક રદ્દ કરી, નવી મોરજ જિલ્લા પંચાયત બેઠક રચવામાં આવી છે.આણંદ તાલુકાની બેઠકો 9માંથી ઘટીને 8 થઈ છે.પ્રથમ વખત 27 ટકા ઓબીસી અનામત અમલી બનશે.કુલ ૪૦માંથી ૧૧ બેઠકો ઓબીસી વર્ગ માટે અનામત રહેશે.