ર00 કરોડ નુકશાન: સૌરાષ્ટ્ર કચ્છ બ્રિકસ મેન્યુ. એસોસીએશન દ્વારા મુખ્યમંત્રી અને જીલ્લા કલેકટરને લેખીત રજુઆત
સૌરાષ્ટ્રમાં તાઉતે વાવઝોડાના કારણે પડેલા કમૌસમી વરસાદથી ઇંટ ઉઘોગકારોની લાખોની સંખ્યામાં કાચી ઇંટો પલળી જતા ઇંટ ઉઘોગકારોને જોરદાર આથિકં ફટકો પડેલ છે. સૌરાષ્ટ્રમાં ચાલતા અંદાજીત 8 હજાર જેટલા ઇંટ ઉત્પાદન એકમોને પ્રાથમિક અંદાજ મુજબ 200 કરોડ રૂપિયાના નુકશાની થયેલ હોય આ અંગે સૌરાષ્ટ-કચ્છ બ્રિકસ મેન્યુ. એસો. દ્વારા મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્રના જીલ્લા કલેકટરને પત્ર પાઠવી ઇંટ ઉત્પાદકોને થયેલ નુકશાનીનો સર્વે કરાવી આર્થિક સહાય ચુકવવા માગ કરાઇ હોવાનું ઇંટ ઉત્પાદક સંગઠનના મહામંત્રી ચંદુભાઇ જાદવે અખબારી નિવેદનમાં જણાવેલ છે.
કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો
ઇંટ ઉત્પાદક સંગઠન દ્વારા મુખ્યમંત્રી અને જીલ્લા કલેકટરને પાઠવાયેલા પત્રમાં જણાવાયું છે કે, સૌરાષ્ટ-કચ્છ ઝોનમાં 8 હજાર જેટલા ઇંટ ઉત્પાદન એકમો મા ઇંટ બનાવવાનો સીઝનલ ઉઘોગ ચાલે છે. ચાલુ સાલે માર્ચ માસમાં રાજયમાં કોરોના સંક્રમણ ફેલાતા પરપ્રાંતિય શ્રમિકો વતન જતા રહેતા ઇંટ ઉત્પાદન એકમોમાં ઇંટ પકાવવાની કામગીરી ઠપ્પ થઇ ગઇ હતી. જેને લઇને ઇંટ ઉત્પાદકો પાસે મોટી સંખ્યામાં કાચી ઇંટોનો સ્ટોક હતો આવી પરિસ્થિતિમાં કમોસમી વરસાદ થતા ઇંટ ઉત્પાદકોને જોરદાર ફટકો પડેલ છે.
સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનમાં અંદાજીત 8 હજાર જેટલા ઇંટ ઉત્પાદન એકમો કાર્યરત છે. યુનિટ દીઠ વરસાદથી રૂા. 30 હજારથી લઇને ર લાખ રૂપિયા સુધીની આર્થિક નુકશાની થવા પામેલ છે. અને સૌરાષ્ટ્રના ઇંટ ઉઘોગને પ્રાથમીક અંદાજ મુજબ ર00 કરોડનું નુકશાન થયેલ છે. આ મોટી રકમ નાના પાયે હાથભઠ્ઠાથી વર્ષે 4 થી પ લાખ ઇંટોનું ઉત્પાદન કરતા પરિવારો સહન કરી શકે તેમ ન હોય સરકાર દ્વારા સત્વરે ઇંટ ઉત્પાદન એકમોમાં નુકશાનીનો સર્વે કરવામાં આવે છે અને આર્થિક સહાય ચુકવવાની કામગીરી હાથ ધરાય તેવી માંગ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, જુનાગઢ, ભાવનગર અને સુ.નગર જીલ્લામાં ઇંટ ઉત્પાદકો વરસાદથી વધુ પ્રભાવીત થયા હોય ત્યાં વધુ ઘ્યાન આપવા જણાવાયેલ છે.