સરકારે મ્યુનિ.કોર્પોરેશને આદેશ કરી આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા તૈયારીઓ શરૂ કરી, સાતેય ઝોનના મ્યુનિ,કોર્પોરેશનના અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ
આગોતરા આયોજન માટે સમીક્ષા બેઠક મળી
મ્યુનિ.કોર્પોરેશના સાતે ઝોનના અધિકારીઓની બેઠક
ત્રીજી લહેરની પહોંચી વળવા મુદ્દે બેઠકમાં ચર્ચા કરાઈ
હાલ દેશ અને રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે પરંતું હજુ પણ કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ જોવાઈ રહી છે, ત્યારે કોરોનાની ત્રીજી લહેરની પહોંચી વળવા રાજ્ય સરકારે ખાસ યોજાનાઓ બનાવી વિચારને અમલી બનાવવાનું શરૂ કરી દીધું છે.
કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો
સરકારે મ્યુનિ.કોર્પોરેશને આદેશ કરી આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા કેવા પ્રકારની વ્યવસ્થાઓની જરૂર પડી શકે છે અને વ્યવસ્થાઓ સુધારવા કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ અને શું તૈયારીઓ કરવામાં આવે તો આગામી લહેરને પહોંચી શકાય, તે માટે તૈયારીઓના ભાગ રૂપે અમદાવાદમાં સાતેય ઝોનના મ્યુનિ,કોર્પોરેશનના અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
કોર્પોરેશનના અધિકારીઓની સમીક્ષા બેઠક
અમદાવાદના સાત મ્યુનિ.કોર્પોરેશન ઝોનમાં કોવિડ હોસ્પિટલો અને નાના સેન્ટરો ઉભા કરવા ઝોનના ડેપ્યુટી કમિશનરોને તાકીદ કરવામાં આવી છે, તેમજ ઝોનમાં ઉભી કરવામાં આવેલી હોસ્પિટલોમાં ઓક્સિજન, વેન્ટિલેટરસ મુદ્દે કોઈ વિપરિત સમસ્યા ન સર્જાઈ તેનું પણ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. તેમજ કોરોના કેસ વધે તો કયા ઝોનમાં કન્ટેન્ટમેન્ટ ઝોન વધારવા અને માઈક્રો કન્ટેન્ટમેન્ટઝોનનું આયોજન કરવા સંબંધિત મુદ્દાઓ પણ ચર્ચા કરવામાં આવી હતી. આવનાર સમયમાં કોરોના મહામારી જોતા કોરોના સંક્રમણની સમસ્યા વિકટ બની શકે છે જેને લઈ કયા કયા ઝોનમાં કેટલી હોસ્પિટલો અને કેટલા સેન્ટરો યુદ્ધના ધોરણે શરૂ કરી શકાય તેમ છે તેની સમીક્ષા કરવામાં આવી હતી.
મહત્વના મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા કરાઈ
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સાતે ઝોનના અધિકારીઓની મળેલી આ બેઠકમાં એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તા, મ્યુનિ. કમિશનર મુકેશકુમાર પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ઈમરજન્સીમાં બેડ, વેન્ટિલેટર અને ઓક્સિજન સહિતની સુવિધાઓ સમયસર મળે અને કોરોનાના ગંભીર દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી..મહત્વનું છે કે મળેલી આ બેઠકમાં કોરોનાના હાલના કેસ અને મોતના આંકડાઓમાં થતા ઘટાડો અંગે પણ ચર્ચા કરાઈ તેમજ વર્તમાન સમયમાં સારવાર લઈ રહેલા દર્દીઓને વધુ સારી સારવાર મળે, સારવાર વ્યવસ્થા વધુ સઘન બનાવવા અધિકારીઓને પણ તાકીદ કરાઈ છે.