Open Marriage: શું છે ઓપન મેરેજ ? મહાનગરોમાં વધ્યું ઓપન મેરેજનું ચલણ, જાણો કયા કારણે કપલ કરી રહ્યા છે આવા લગ્ન

Spread the love

આજકાલ સંબંધોની નવી પરિભાષા જોવા મળી રહી છે. રિલેશનશિપમાં જે રીતે ડ્રેન્ડ બદલતા હોય તે રીતે મહાનગરોમાં હવે ઓપન મેરેજ રિલેશનશિપનો ટ્રેન્ડ વધી રહ્યો છે. કેટલાક લોકો ઓપન મેરેજને આઝાદી અને ઈમાનદારીનું નવું સ્વરૂપ ગણાવે છે તો કેટલાક લોકો તેને સંબંધોનો વિનાશ કરનાર ટ્રેન્ડ ગણાવે છે. જોકે કેટલાક લોકો એવા પણ છે જેમને ઓપન મેરેજ વિશે કંઈ ખબર જ નથી.

ઓપન મેરેજનો ટ્રેન્ડ તેના કેટલાક કારણોને લીધે વધી રહ્યો છે. જો તમને ઓપન મેરેજ શું છે અને કપલ શું કામ આ તરફ વળી રહ્યા છે તે ન ખબર હોય તો ચાલો તમને જણાવીએ.

મિત્રો સાથે હસવું અને પત્ની પર ગુસ્સો, જાણો શું હોય પતિના આવા વિચિત્ર વર્તનના કારણો

ઓપન મેરેજ એટલે શું?

ઓપન મેરેજ એક એવો સંબંધ હોય જેમાં કપલ લગ્ન તો કરે છે પરંતુ એકબીજાની સહમતિ સાથે અન્ય સાથે ઈમોશનલ કે ફિઝિકલ સંબંધ બનાવી શકે છે. એટલે કે ઓપન મેરેજમાં એક્સ્ટ્રા મેરિટલ અફેરની આઝાદી હોય છે. ઓપન મેરેજમાં જે કપલ જોડાય છે તેઓ એ વાતને લઈને ક્લિયર હોય છે કે તેના પાર્ટનર અન્ય વ્યક્તિ સાથે સંબંધ રાખી શકે છે. ઓપન મેરેજમાં બેવફાઈને ઓપનલી સ્વીકારવામાં આવે છે અને તેના નિયમને પણ અપનાવવામાં આવે છે.

વધતી ઉંમરે મહિલાને પતિ સિવાય અન્ય પુરુષ સાથે પ્રેમ થાય તેની પાછળ શું હોય કારણ ?

મહાનગરોમાં ઓપન મેરેજનું ચલણ વધી રહ્યું છે જેનું કારણ પર્સનલ સ્પેસ, કરિયર પ્રેશર અને બદલતા વિચાર જવાબદાર છે. ઓપન મેરેજમાં પતિ અને પત્ની એકબીજાની સહમતિ સાથે જ નક્કી કરે છે કે તેઓ લગ્ન બહાર કોઈ વ્યક્તિ ગમે તો તેની સાથે સંબંધ બનાવી શકે છે. ઓપન મેરેજમાં પતિ, પત્ની એકબીજાથી કંઈ જ છુપાવતા નથી અને જો કોઈની સાથે સંબંધ હોય તો તેના વિશે પણ ખુલીને વાત કરે છે. આ સંબંધ પારંપરિક લગ્ન કરતાં અલગ હોય છે.

પરિણીત પુરુષ પત્નીને છોડે નહીં અને બહાર અફેર પણ કરે, તેની પાછળ હોય ચોંકાવનારું કારણ

મહાનગરોમાં લોકોની જીવનશૈલી ઝડપથી બદલી રહી છે. કામના લાંબા કલાકો, કરિયરમાં પ્રેશર અને સોશિયલ સર્કલ મર્યાદિત થવાના કારણે લોકોના સંબંધમાં પણ અંતર વધતું જાય છે, તેવામાં કેટલાક કપલ માને છે કે ઓપન મેરેજમાં સામાન્ય લગ્ન જેવી મૂંઝવણ હોતી નથી. લગ્ન પછી જો કોઈ ગમે તો તેની સાથે સારો સમય પસાર કરી શકાય છે. આ વાતની સ્વીકૃતિ ઓપન મેરેજમાં મળે છે. આ સિવાય લોકો વેસ્ટર્ન કલ્ચર તરફ વળી વધી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ ખુલ્લા વિચારોના ટ્રેન્ડ વધી રહ્યા છે, જેના કારણે ઓપન મેરેજને લોકો યોગ્ય ગણે છે.

દુઃખી મિત્રને મળવા જાવ તો ભુલથી પણ આ 5 વાત ન કરવી, જાણો કઈ રીતે સાંત્વના આપવી

સંબંધોમાં મજબૂરી નહીં આઝાદીની ઈચ્છા

કેટલાક લોકો ઓપન મેરેજને પર્સનલ ફ્રીડમ સાથે જોડીને જોવે છે. તેમનું માનવું હોય છે કે પ્રેમ અને આકર્ષણ એક વ્યક્તિ સુધી મર્યાદિત હોય તે જરૂરી નથી. લગ્ન પછી પણ અન્ય સાથે પ્રેમ કે આકર્ષણ થઈ શકે છે. સામાન્ય લગ્નમાં એક જ વ્યક્તિ સાથે જીવન જીવવું મજબૂરી બની જાય છે. જ્યારે ઓપન મેરેજમાં અન્ય સાથે રહેવાની આઝાદી પણ મળે છે. કેટલાક કપલ એવું માને છે કે ઓપન મેરેજમાં રહેવાથી તેમના સંબંધ બચી જાય છે. તેઓ એકબીજાથી અલગ થવાને બદલે નવો રસ્તો પસંદ કરે છે અને ગમતી વ્યક્તિ સાથે પણ રહે છે. કેટલા કપલનું એવું માનવું છે કે ઓપન મેરેજ હશે. સંબંધમાં ઈમાનદારી વધે છે કારણ કે તેમાં કોઈ વાત છુપાવવાની હોતી નથી.

ગળે લગાડવાથી શરીરમાં તુરંત થાય છે આ 5 પોઝિટિવ અસરો, જાણશો તો રોજ પાર્ટનરને હગ કરશો

જોકે લોકો જે પણ માનતા હોય પરંતુ ઓપન મેરેજ લગ્નની પારંપરિક વ્યવસ્થા માટે હાનિકારક છે. ઓપન મેરેજ ઘણી વખત ઈર્ષા, સુરક્ષા અને ભાવનાત્મક પીડાનું કારણ પણ બની જાય છે. દરેક વ્યક્તિ માટે ઓપન મેરેજમાં રહેવું શક્ય નથી. ઘણા લોકો ઓપન મેરેજમાં શરૂઆતમાં તો રહે છે. પરંતુ પાછળથી જ્યારે પોતાના જીવનસાથી પ્રત્યે લાગણી થઈ જાય છે તો અન્ય સાથેના તેના સંબંધ સહન કરી શકાતા નથી. ઓપન મેરેજની પરિસ્થિતિ દરેક વ્યક્તિ સંભાળી શકે તે જરૂરી નથી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *