નેગેટીવ સાઇકોસીસ
હમણા એક મીત્રને ત્યાં એક કામસર જવાની જરૂર પડી. મને આવકાર આપી બેસાડયો, તયાાંજ કોઇકનો ફોન આવ્યો. એમાં એ વાત કરી રહ્યા હતા…
‘ ભયાંકર છે, બધુાં ભયાંકર છે… મ્યુકરમાઇકોસીસ કાળી ફાંગસ, નાકમાંથી, આંખમાંથી, ત્યાંથી મગજમાં કોતરી ખાય સાહેબ, ફીનીશ કરી નાખશે… ફીનીશ… શુાં થવા બેઠુાં છે…” થોડી વાતે ફોન પતયો. પછી એ રીવોલ્વીંગ ચેરમાં મારા તરફ ફર્યા.
“ ડોક્ટર સાહેબ, તમારે તો લાશોના ઢગલાજ ગણવાના ને ? ”
“ કેમ ? ”
“ અરે, ક્યાં કોઈ બચે છે વેન્ટીલેટર ઉપર… ને ભાગ્યે બચ્યા તો મ્યુકરમાઇકોઇસીસ, કાળી ફૂગ મગજમાં ભરાઈ જાય, તે મયે જ છુટકો…”
“ ના… ભાઈ ના… કોણે કીધુ… ? ”
“હવે અમને ખબર કે તમને…? આ ચેનલવાળા ખોટુાં બોલતા હશે ?” એમણે મને બોલવાજ ના દીધો…
“ વેન્ટીલેટર પર ગયા એટલે… ગયા…”
એટલામાં એમના પતની બટાકાપૌંઆ અને ગુલાબજાંબુ લઈને આવ્યા…
“ શુાં લાગે છે સાહેબ, આ દેશમાં કોઈ બચશે ખરુાં ? ”
સીંગદાણા અને દાડમ નાખેલા બટાકાપૌઆ પર અલગ ડીશમાં રાખેલી, ઝીણી સેવો ભભરાવતા ભભરાવતા, એ બોલ્યા.
“ ત્રાસ થઈ ગયો છે, ત્રાસ, ડોકટર સાહેબ…” પછી તેમના પતનીને સાંબોધીને ઉમેયું…
“ આ ગુલાબજાબુાંની વાટકીમાં બે-બે ચમચી ચાસણી નાખ, સાવ કોરા-કોરા લાગે છે. ”
તેમના ધમાપતનીએ આગ્નાનુાં પાલન કર્યું. ચમચીમાં એક ગુલાબજાંબુ લઈને મોઢામાં ઓરતા બોલ્યા…
“ તમે નહીં માનો પણ… એટલી તે કેટલી લાશો હશે કે ઇલેક્રીક સ્મશાનની ગ્રીલ પણ પીગળી ગઈ હશે ?… મરીનેય લાઈનમાં… કોઈ બચવાનુાં નથી.”
“ ના ભાઈ ના, બચવાવાળા બચે, જ ”. અનેક ડોક્ટરો અને નસોને મટયા પછી ફરી પાછા કામે લાગી ગયા છે.
“ એતો ભાઈ, તમે દદીઓ સાથે રહો એટલે ઇમ્યુનીટી હોય, બાકી અમારા જેવા તો આ મહામારીની ઝીંકમાં કેટલા ડદવસ કાઢવાના…”
મારે કાંઈ બોલવાનુાં હતુાં નહીં. થોડીવારે હુાં જવા નીકળ્યો એટલે એમના ધમાપતની નાની કાચની બરણીમાં, મારા ઘર માટે, આપવા અથાણુાં લઈને આવ્યા…
ને બોલ્યા…” ગઈકાલે બનાવ્યુાં, બે મોટી બરણી ભરીને…. હવે બે વરસ લોકડાઉન ચાલે તોય વાંધો નહીં…”
મારાથી જતાં જતાં બોલાઈ ગયું….
“ આમય આ મહામારીમાં લાંબુ જીવવાનું ના હોય તો આ બબ્બે વરસ વરસ ચાલે તેવી, અથાણા બનાવવાની, ફોગટની મહેનત શુાં કામ કરી ?!! ”
મારા શબ્દો સાંભળી પનત-પતની બન્નેના ચહેરા પરથી નૂર ઉડી ગયુાં… એક ઝટકા સાથે ઉભા થઈ ગયા…મને આપેલી કાચની નાની બરણી ગુસ્સામાં પાછી લઈ લે એ પહેલાં મેં… ગાડી મારી મુકી..