કર્ફ્યુનો સમય રાતના 9 થી 6 કરાયો

Spread the love

ગુજરાતમાં કોરોના કેસો હળવા થતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કરફ્યૂની મુદત રાતના 8થી સવારના 6ને બદલે રાતના 9થી સવારના 6 કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. રાજ્ય સરકારે રાત્રિ કરફ્યૂમાં એક કલાકનો ઘટાડો કર્યો છે તે આગામી 28મી મેથી લાગુ થશે. ગાંધીનગર ખાતે એક પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે જાહેરાત કરી હતી.
હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર જેવા મહાનગરો સહિત 36 શહેરોમાં રાતના 8થી સવારના 6 સુધી રાત્રિ કરફ્યૂ અમલમાં છે. કોરોનાની બીજી લહેરમાં રાજ્યમાં કોરોનાના કેસોનો રાફડો ફાટતાં રાત્રિ કરફ્યૂનો અમલ કરવામાં આવ્યો હતો.

કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો
હવે તબક્કાવાર કોરોના કેસોમાં ઘટાડો નોંધાતા રાત્રિ કરફ્યૂમાં એક કલાકની છૂટ આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
ગાંધીનગરમાં પત્રકારોને માહિતી આપતા મુખ્યમંત્રીએ કહ્યુંકે, રાજ્યમાં તાઉતે વાવાઝોડાથી ધારણા કરતા ઓછું નુકસાન થયું છે. આ સાથે જ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં ખેડૂતોના પાક સહિતના નુકસાનના સર્વેની કામગીરી ચાલુ હોવાથી વહેલી તકે વળતર ચૂકવણી પણ કરાશે તેમ સરકારે જણાવ્યું હતું. રાજ્યમાં હાલમાં 85 ટકા જેટલી સર્વેની કામગીરી થઈ છે.
વાવાઝોડાથી માછીમારોને પણ નુકસાન થયું છે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. સર્વેની કામગીરી પૂર્ણ થશે ત્યારબાદ સહાયની જાહેરાત કરવામાં આવશે. 437 ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હોવાનું કૃષિ મંત્રી આર સી ફળદુએ જણાવ્યું હતું. પાક નુકસાનના અંદાજ માટે કૃષિ વિજ્ઞાનીઓની મદદ પણ લેવામાં આવી હતી.
દરમિયાન રાજ્યમાં દુકાનો, વેપાર-ધંધા ખોલવાનો સમય હાલના સવારના 9થી બપોરના 3 વાગ્યાનો છે જેને લંબાવીને સવારના 9થી સાંજના 6 સુધી કરવા માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે રાજ્ય સરકારને રજૂઆત કરી છે. જો કે આ મુદ્દે રાજ્ય સરકાર તરફથી હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com