મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા દરેક વ્યક્તિ પાસે એક સ્માર્ટફોન હોય છે અને દરેક વ્યક્તિ આજના સમયમા ૨૪ કલાક ઇન્ટરનેટ સાથે જોડાયેલો રહે છે પરંતુ, ઘણીવાર તમે આ સ્થિતિમાંથી પસાર થયા હશો અને તમે અનુભવ્યુ પણ હશે કે, ઇન્ટરનેટની સ્થિતિ ખુબ જ ખરાબ થઈ રહી છે.
દરેક ગ્રાહક દેશ-વિદેશની ખબરો સાથે જોડાયેલા રહેવા માટે અને સોશિયલ મીડિયા પર એક્ટીવ રહેવા માટે તેના ફોનને રિચાર્જ કરે છે પરંતુ, તે નેટનો યોગ્ય રીતે આનંદ માણી શકતા નથી અને તે તેના કારણે તે નિરાશ પણ થઈ જાય છે. તેથી, આજે અમે તમને અમુક એવી બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે તમારા ફોન પર એપ્લાય કરીને સારા એવા ઇન્ટરનેટનો આનંદ માણી શકો છો.
વર્તમાન સમયમા મોટાભાગના લોકો ૪જી કનેક્ટિવિટી વાળા સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે પરંતુ, ક્યારેક એવુ બને છે કે, મોબાઇલમા ફૂલ નેટવર્ક આવ્યા પછી પણ ૪જી સ્પીડ ડેટા મળતો નથી.
તેથી પ્રશ્ન એવો ઊભો થાય છે કે, ફોનની ઇન્ટરનેટ સ્પીડ કેવી રીતે વધારવી. આજે અમે તમને સ્માર્ટફોનની સ્પીડ વધારવા માટેની અમુક રીતો જણાવીશુ. જે તમારા માટે ખૂબ જ જરૂરી છે તો ચાલો જાણીએ.
જો તમારા સ્માર્ટફોનનુ ઇન્ટરનેટ ધીમુ ચાલી રહ્યું હોય, તો પહેલા તમારા ફોનના સેટિંગ્સને ચકાસો. સૌથી પહેલા તમારા ફોનના સેટિંગ્સમાં જાવ અને ત્યારબાદ નેટવર્ક સેટિંગ્સ વિકલ્પ પર ક્લિક કરો. અહીં નેટવર્ક ૪જી અથવા તો એલ.ટી.ઈ. ની પસંદગી કરો. આ ઉપરાંત ઇન્ટરનેટ સ્પીડ વધારવા માટે તમારે એક્સેસ પોઇન્ટ નેટવર્ક એટલે કે એ.પી.એન. ના સેટિંગ્સ પણ ચકાસવુ પડશે કારણકે, એ.પી.એન. હાઇ સ્પીડ માટે યોગ્ય હોવું જ જોઇએ. સેટિંગ્સમા જઈને એ.પી.એન. જાતે જ સુયોજિત કરો.
આ સિવાય તમારે તમારા સ્માર્ટફોનમા ડેટા રોમિંગ ચાલુ કરવુ પડશે. ત્યારબાદ તમે જેમાં તમે નેટ ચલાવવા માંગો છો તે સીમને એક નંબરના સ્લોટમા રાખવુ. એક નંબરના સિમ સ્લોટમા આ સીમ લગાવ્યા બાદ તમારે નેટવર્ક સેટિંગ્સમા જવુ પડશે અને ત્યા જઈને તમારે મેન્યુઅલ સર્ચ કરીને તમારુ નેટવર્ક પસંદ કરવુ પડશે.
ત્યારબાદ તમારે તમારો મોબાઇલ થોડા સમય માટે બંધ કરવો પડશે. તમારે લગભગ ૫-૧૦ મિનિટ માટે તમારો ફોન બંધ રાખવો પડશે અને ત્યારબાદ તમારે ફરીથી તમારો ફોન ચાલુ કરવાનો રહેશે. ફક્ત આ નુસખો અજમાવવાથી તમારા ફોનની ઇન્ટરનેટની સ્પીડ તુરંત વધી જશે અને તમે તમારી ઇન્ટરનેટની સ્પીડનો સારી રીતે આનંદ માણી શકો છો. માટે જ્યારે પણ ઈન્ટરનેટમા તકલીફ થાય ત્યારે એકવાર આ પ્રયોગ અવશ્યપણે કરવો.