ગુજરાત ટાઇટન્સે અમરેલીમાં જુનિયર ટાઇટન્સનું આયોજન કર્યું : ત્રીજી આવૃત્તિના આગામી તબક્કા આણંદ (7 ફેબ્રુઆરી) અને અમદાવાદ (14 ફેબ્રુઆરી)માં યોજાશે

Spread the love

લેટ્સ સ્પોર્ટ આઉટ!” ની ભાવનાને પ્રતિબિંબિત કરતા, જુનિયર ટાઇટન્સ બાળકોમાં આઉટડોર રમતો અને શારીરિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનું આગળ ધપાવે છે, હાલમાં ચાલી રહેલી ત્રીજી આવૃત્તિના આગામી તબક્કા આણંદ (7 ફેબ્રુઆરી) અને અમદાવાદ (14 ફેબ્રુઆરી)માં યોજાશે

અમરેલી

ગુજરાત ટાઇટન્સ દ્વારા અમરેલીના શ્રીમતી એસ.એચ. ગજેરા કેમ્પસ – વિદ્યાસભા ખાતે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિના અમરેલીના તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમરેલીની 20 સરકારી અને ખાનગી શાળાઓનું પ્રતિનિધિત્વ કરતા 14 વર્ષથી ઓછી વયના 1100 બાળકોએ ભાગ લીધો હતો.

આ એક દિવસીય કાર્યક્રમમાં વિવિધ મનોરંજક, પ્રવૃત્તિ-આધારિત સત્રોનો સમાવેશ થતો હતો, જેનો હેતુ પાયાના સ્તરે આઉટડોર રમતો અને શારીરિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાનો હતો. એક બિન-સ્પર્ધાત્મક પ્લેટફોર્મ તરીકે કલ્પિત, આ પહેલ આત્મવિશ્વાસ, ટીમવર્ક અને ફિટનેસની સકારાત્મક ટેવોનુ નિર્માણ કરવાની સાથે બાળકોને આઉટડોર રમતોની મજા માણવા માટે પ્રોત્સાહિત કરે છે.જુનિયર ટાઇટન્સ ગુજરાત ટાઇટન્સ માટે એક પાયાના સ્તરની પહેલ બની ગઈ છે, જેની પ્રથમ બે આવૃત્તિ સાથે ગુજરાતભરમાં 10,000થી વધુ બાળકોને જોડાયા છે. “લેટ્સ સ્પોર્ટ આઉટ!” ની ફિલસૂફીને સાકાર કરતો આ કાર્યક્રમ ભાગીદારી અને સમાવેશ પર ભાર મૂકે છે, તેમજ અમદાવાદની બહારના સમુદાયો સાથે ફ્રેન્ચાઇઝના જોડાણને મજબૂત બનાવે છે.

ગુજરાત ટાઇટન્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર કર્નલ અરવિંદર સિંહે જણાવ્યું હતું કે, “સુરેન્દ્રનગર અને મોરબીમાં મળેલા પ્રોત્સાહક પ્રતિસાદ બાદ, અમરેલીના બાળકો અને શાળાઓ તરફથી આવો જ ઉત્સાહ જોઈને આનંદ થયો. તમામ શહેરોમાં ભાગીદારીમાં જોવા મળેલી સાતત્યપૂર્ણ ભાગીદારી જુનિયર ટાઇટન્સના વધતા જતા પ્રભાવ અને સમગ્ર ગુજરાતમાં સમુદાયોના રમતગમત સાથેના મજબૂત જોડાણને ઉજાગર કરે છે. આ પહેલના માધ્યમથી અમારો હેતુ અમારા જોડાણને વધુ ગાઢ બનાવવાની સાથોસાથ રાજ્યભરમાં કાયમી સ્પોર્ટીંગ કલ્ચરને વિકસાવવામાં મદદ કરવાની સાથે બાળકોને મનોરંજક અને સમાવિષ્ટ અનુભવો દ્વારા સક્રિય લાઈફસ્ટાઈલ અપનાવવા માટે પ્રેરણા આપવાનો છે.”અમરેલીની ઈવેન્ટ આ વર્ષે જુનિયર ટાઈટન્સની સફરનો ત્રીજો પડાવ હતી. આ પહેલ આગામી 7 ફેબ્રુઆરીએ આણંદમાં યોજાશે અને પછી 14 ફેબ્રુઆરીએ અમદાવાદમાં અંતિમ તબક્કા સાથે સમાપ્ત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *