ગુજરાતની પબ્લિક માટે”જીગ્નેશ મેવાણીનું વિસામો એવું ધારાસભ્ય ક્વાટર્સ પબ્લિક માટે દરવાજા ખુલ્લા મુક્યા

Spread the love

182 ધારાસભ્યોમાં આજ દિન સુધી કોઈએ આવી જાહેરાત કરી નથી ત્યારે ગુજરાતની જનતા માટે જીગ્નેશ મેવાણીની પહેલ પબ્લિકના નાણા જે ટેક્સ ભરે છે તેમનો આ ક્વાર્ટર્સ પણ પૂરો હક છે

 

કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આજે સોશિયલ મીડિયામાં કોમનવેલ્થ ગેમ્સને લઈને જે દબાણો હટાવવા સરકાર દ્વારા આજે મોહીમ ચાલી રહી છે તેને વકોડી હતી. ગરીબ ઝૂંપડામાં રહેતા શ્રમજીવીઓ ક્યાં જાય? ત્યારે પોતે ધારાસભ્ય હોવાથી સરકાર દ્વારા જે રહેણાંકના ફ્લેટ ધારાસભ્યને આપ્યા છે તે ધારાસભ્ય ક્વાટર્સ તમામ પબ્લિકનો પૈસો છે આ ક્વાર્ટર્સ મારું નથી પબ્લિકનું છે ત્યારે ગુજરાતમાંથી કોઈ પણ વ્યક્તિ જીજે 18 ખાતે આવ્યો હોય અને તકલીફ રહેવાની પડી હોય તો ગમે ત્યારે અડધી રાત્રે ફોન કરશો તો ફ્લેટમાં રહેવા ફક્ત એક આઇડી કાર્ડ આપજો એટલે મળી જશે

વધુમાં ધારાસભ્ય દ્વારા પોતે જણાવેલ કે ધારાસભ્ય માટે જે ક્વાર્ટર્સ બનાવ્યા તે પબ્લિકના નાણાથી બનેલા છે પબ્લિકના ટેક્સનો પૈસો છે ત્યારે મારું આ ઘર નહીં પણ કાર્યાલય અને પબ્લિક માટે વિસામો આશરો જે રાત્રે ગમે ત્યારે તકલીફ પડી હોય તો ક્વાટર્સ નંબર 401 બ્લોક એ ખાતે આવી જવું, આઈડી કાર્ડ બતાવશો એટલે રહેવાની વ્યવસ્થા થઈ જશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *