
વડોદરા રેલવે સ્ટેશન પરથી 47.98 લાખનું હેરોઇન ડ્રગ્સ ઝડપાયું હતું. જેમા પેડલરના મોબાઇલમાંથી ASI લક્ષ્મીકાંતની સંડોવણી ખુલતા SMCએ ગુનો નોંધી ધરપકડ કરી હતી. SOGના સસ્પેન્ડેડ ASI લક્ષ્મીકાંત દેસાઇના રિમાન્ડ દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આરોપીનું ઇન્ટ્રોગેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં આરોપીની બેન્ક, પ્રોપર્ટી સહિતની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે ગેરકાયદે પ્રવૃતિ કરીને કેટલી મિલકત વસાવી છે. આ ઉપરાંત બેન્કોમાં એફડી અને બચત કેટલા રૂપિયા કરી છે, તેની તપાસ કરવામાં આવી રહી છે. વડોદરા રેલવે સ્ટેશન પરથી 47.98 લાખનું હેરોઇન ડ્રગ્સ ઝડપાયું હતું. જેમા પેડલરના મોબાઇલમાંથી ASI લક્ષ્મીકાંતની સંડોવણી હોવાની વિગતો મળી હતી. જેથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વાર ઘણા સમયથી તેના પર નજર હતી. આ દરમિયાન એએસઆઇની એસએમસીની ટીમ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેની સાથે અન્ય કોઇની સંડોવણી છે, ડ્રગ્સ કોની પાસેથી મંગાવી આપવામાં મદદ કરતો હતો તેવી અન્ય વિગતોની ઘનિષ્ઠ પુછપરછ કરવા માટે 4 દિવસના રિમાન્ડ મેળવ્યાં હતા. રિમાન્ડના પ્રથમ દિવસે એસએમસી દ્વારા તેનું ઇન્ટ્રોગેશન શરૂ કરાયું હતું. જેમાં પોલીસની ફરજ દરમિયાન આ રીતો ગેરકાયદે કામ કરીને કેટ કેટલી મિલકત વસાવી છે. આ ઉપરાંત તેની પાસે કેટલા વાહનો હાલમાં છે. તેમજ બેન્કમાં કેટલા ખાતા છે અને તેમાં કેટલી એફડી, બચત સહિતના અસ્કયામતનો છે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં એસએમસીની દ્વારા રૂબરૂ જઇને મિલકતની ચકાસણી કરાશે.
એસએમસી દ્વારા ધરપકડ કરાઇ હતી ત્યારે આરોપી એએસઆઇ લક્ષ્મીકાંત દેસાઇ પાસેથી ત્રણ મોબાઇલ મળી આવ્યા છે. જેમાં એક મોબાઇલમાં તેનું રેગ્યુલર સિમકાર્ડ હતું. બીજામાં મોબાઇલમાંથી વડોદરાના કોઇ શખ્સના નામુ સિમકાર્ડ મળી આવ્યું છે, જેથી આગામી દિવસોમાં કંપનીમાંથી આ કોનું સિમકાર્ડ છે તેનું વિગત મંગાવાશે ત્યારબાદ આ વ્યક્તિને બોલાવી તેની પૂછપરછ કરાશે. આ ઉપરાંત અન્ય એક કિપેડ મોબાઇલ પણ કારમાંથી મળી આવ્યો છે. આરોપી આ મોબાઇલ તેનો નથી તેવું રટણ કરી રહ્યું છે. જેથી એસએમસી દ્વારા મોબાઇલને એફએસએલમાં આપવા સાથે કંપની પાસેથી તેની ડિટેલ મંગાવાઇ છે.ઉલ્લેખનીય છે કે, વડોદરા રેલ્વે સ્ટેશન પરથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા 9 જાન્યુઆરીના રોજ 47.98 લાખના હેરોઈન ડ્રગ્સ સહિત રૂપિયા 48.07 લાખના મુદ્દામાલ સાથે પેડલર અમરીકસીંઘ ઉર્ફે સોનુ સુવર્ણસિંઘ દિલીપસીંઘ મલ્હી (રહે. ગુરુનાનક નગર, છાણી જકાતનાકા, વડોદરા શહેર)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે હેરોઈન ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આ ગુનામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી અને પેડલરના કબજે કરવામાં આવેલા મોબાઇલની ડિટેલ કઢાવી હતી.વડોદરા શહેર એસઓજી બ્રાન્ચમાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારી એએસઆઈ લક્ષ્મીકાંત ભીખુભાઈ દેસાઈ (ઉવ. 57 રહે.સનમિલન સોસાયટી, સુભાનપુરા ફાઈટેન્શન રોડ, વડોદરા)ની આરોપી પેડલર અમરીકસિંધ ઉદ્દે સોનુ મલ્હી સાથે સંડોવણી બહાર આવતા સમગ્ર પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઇ છે. જેને લઈ એસએમસી દ્વારા ધી નાર્કોટીકસ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ કલમ-8(સી),22૨(બી),29 મુજબના ગુના હેઠળ લક્ષ્મીકાંત દેસાઇની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ASI લક્ષ્મીકાંત દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. એસએમસીની ટીમ દ્વારા આરોપી ASI લક્ષ્મીકાંત દેસાઈની વધુ પૂછપરછ કરવા માટે 1 ફેબ્રુઆરીના રોજ કોર્ટ્માં રજૂ કરવામાં આવ્યો હતો. તપાસ અધિકારી દ્વારા કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગણી કરાઈ હતી. ત્યારે મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીના 5 ફેબ્રુઆરી સુધીના એટલે ચાર દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડની મંજૂર કરવામાં આવ્યા હતા.