
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાથમિક શાળામાં 500થી વધુ શિક્ષકોની ઘટ હતી. આથી 283થી વધુ શિક્ષક સહાયકોની પસંદગી કરવાં આવી છે. આ સહાયકો ધોરણ 1થી 5માં બાળકોને શિક્ષણ આપશે. ઝાલાવાડની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકો ન હોવાથી શિક્ષણને અસર થઈ રહી છે. આથી રાજ્ય સરકારે શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 283ની ફાળવણી કરવામાં આવી હતી. આથી સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી કચેરી દ્વારા શાળા પસંદ કરવા સોમવારે કેમ્પ યોજાયો હતો.
અગાઉ દિવાળી વેકેશન પહેલા ધોરણ 1થી 5 માટે કરાર આધારિત 137 જેટલા શિક્ષકોને હુકમો કરવામાં આવ્યા હતા. આ કેમ્પ 80 ફૂટ રોડ સરદાર પટેલ શાળા ખાતે તા 2 ફેબ્રુઆરીના રોજ યોજાયો હતો. આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારી ડો. ભદ્રસિંહ વાઘેલા અને મહાસંઘના હોદેદારો વગેરેની ઉપસ્થિતમાં સ્થળ પસંદગી અને હુકમો અપાયા હતા. જેમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 5માં પસંદગી કરવામાં આવી છે. જ્યારે આશ્રમ શાળા પ્રાથમિક ગાન્ટેન્ડ શાળા પણ પસંદગી થઈ છે. આથી આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 283થી વધુ સહાયકો શિક્ષકો કામ કરતા થઈ જશે જેના કારણે હજારો વિદ્યાર્થીઓને ફાયદા થનારા છે.