
સ્નેહકુટીર સિનિયર સિટીઝન હોમ નાગલપુર ખાતે 9થી 15 વર્ષની દીકરીઓને સર્વાવેક કેન્સરની રસી અપાવવામાં આવી હતી. અવની સીડ્સ ફાઉન્ડેશનના અંબાલાલ પટેલ દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો. 84 સમાજ કડવા પાટીદાર મહિલા મંડળ અને સ્નેહસેવા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 825 દીકરીને રસીનો પ્રથમ ડોઝ અપાવવામાં આવ્યો હતો.મહેસાણામાં 9થી 15 વર્ષની દીકરીઓને ગર્ભાશયના મુખના કેન્સર રસી કેમ્પમાં 825 દીકરીને નિ:શુલ્ક રસી આપવામાં આવી હતી. ગર્ભાશયના મુખના કેન્સર રસીકરણ કેમ્પ યોજી નિ:શુલ્ક રસીકરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સ્નેહ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ મહેસાણા દ્વારા ડૉ. પશા પટેલે દીકરીઓને રસી આપી ગર્ભાશયના મુખના કેન્સરથી બચાવી છે.
મહેસાણાના ગાયનેક ડૉ. પશા પટેલે જણાવ્યું હતું કે, 9થી 15 વર્ષની દીકરીઓને રસી લીધી ન હોય તેઓને સર્વિકલ રસી લેવી જરૂરી છે. તેમજ સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખનું કેન્સર, યોનિમાર્ગનું કેન્સર, યોનિના મુખનું કેન્સર, ગુદાનું કેન્સર અને જનનાંગોમાં થતાં મસા એચ.પી.વી. રસીથી અટકાવી શકાય છે. ભારતમાં દર 8 મિનિટે 1 સ્ત્રી ગર્ભાશયના મુખના કેન્સરના કારણે મૃત્યુ પામે છે. 9થી 40 વર્ષની બાળકીઓ તેમજ મહિલાઓએ રસી ન લીધી હોય તેઓને એચ.પી.વી. સર્વાવેક રસી લેવી જરૂરી છે. આ રસી દાતાઓના સહયોગથી ફ્રીમાં આપવામાં આવે છે. સર્વાવેક રસીના બે ડોઝ લેવાના હોય છે. બે ડોઝ વચ્ચેનું અંતર 6 માસનું હોય છે
મહેસાણા તાલુકામાં અલગ-અલગ વિસ્તારમાં દાતાઓના સહયોગથી સ્નેહસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી રહી છે. આ કેમ્પમાં ચોર્યાસી કડવા પાટીદાર સમાજના અધ્યક્ષ શોભનાબેન પટેલ, પૂર્વ પ્રમુખ મટીબેન પટેલ, પ્રમુખ ભારતીબેન, સહમંત્રી જયોત્સનાબેન તેમજ હોદ્દેદારોની ટીમ અને સમાજના પ્રમુખ કે. કે. પટેલ અને અન્ય બહેનો હાજર રહી હતી. અનેક સેવાભાવી સંસ્થા અને વ્યક્તિઓ દ્વારા રસીકરણના કેમ્પ યોજી ગર્ભાશયના મુખના કેન્સર માટે રસીકરણ કરવામાં આવે છે.