વાઘોડિયા બસ સ્ટેન્ડ પાછળ દારૂના કટીંગ વખતે SMCના દરોડા, પીઆઇ જાડેજા સસ્પેન્ડ

Spread the love

 

જિલ્લાના વાઘોડિયામાં વિદેશી દારૂની તસ્કરી અને લોકલ પોલીસની બેદરકારી અને બેજવાબદારીના કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SMC)ની કડક કાર્યવાહી બાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર પૃથ્વીરાજસિંહ જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ મામલો વાઘોડિયા બસ સ્ટેન્ડની પાછળ આવેલા વિસ્તારમાં વિદેશી દારૂના કટીંગ (વેચાણના સ્થળ) પર SMC દ્વારા પાડવામાં આવેલા દરોડા સાથે જોડાયેલો છે. દરોડા દરમિયાન પોલીસે અંદાજે 17 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ (6129 બોટલો) જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન મળી આવેલા મહત્વના પુરાવાઓમાં 9 ડાયરીઓ પણ સામે આવી હતી.
આ ડાયરીઓમાં કરોડો રૂપિયાની લેવડદેવડના હિસાબ નોંધાયા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ડાયરીઓમાં અનેક પોલીસકર્મીઓના ફોન નંબરો અને સંપર્ક વિગતો મળી આવી હતી. આ બાબત રાજ્યના પોલીસ વડા સુધી પહોંચતા તપાસ અને કાર્યવાહીને વેગ મળ્યો હતો.
તાજેતરમાં જ વાઘોદિયા પોલીસ સ્ટેશનમાંથી બદલી થયા બાદ પણ PI પૃથ્વીરાજસિંહ જાડેજા સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓના આદેશ મુજબ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે અને ડાયરીમાં નોંધાયેલા અન્ય સંબંધિત વ્યક્તિઓ સુધી પહોંચવાના પ્રયાસો ઝડપથી ચાલી રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે દારૂ તસ્કરીના નેટવર્કમાં સ્થાનિક પોલીસ અધિકારીઓની સંડોવણી સામે આવતી રહી છે. પરંતુ આ અંગેનો કોઈ નક્કર પુરાવા સામે આવી શકતા નથી. પરંતુ આ કેસમાં તો ડાયરીના રૂપમાં પોલીસની મીલિભગતના પુરાવાઓ સામે આવતા ખળભળાટ મચ્યો છે. આ પુરાવાઓના આધારે જ પોલીસ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી રહી છે. તો બીજી તરફ SMCની આ કાર્યવાહી અને ત્યારબાદની સસ્પેન્શનથી વહીવટી તંત્રમાં સ્વચ્છતા અને પારદર્શિતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, વડોદરા જિલ્લામાં દારૂ તસ્કરી અને બુટલેગિંગ સામે પોલીસ વિભાગ દ્વારા સતત કાર્યવાહી ચાલી રહી છે. આ કેસની તપાસમાં જે પણ નવી વિગતો સામે આવશે તેને લઈને લોકોમાં રસ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *