
નાણાંમંત્રી શ્રી નિર્મલા સીતારામને તા.1 ફેબ્રુઆરીના રજુ કરેલા બજેટમાં આવકવેરાની જોગવાઈમાં ભલે કોઈ ફેરફાર કર્યા ન હોય પણ કરદાતા માટે અનેક સરળતાઓ સર્જી છે અને ખાસ કરીને તમારી તેવી આવક કે જેના સ્ત્રોત અંગે તમો કોઈ સ્પષ્ટ કરી શકો નહી અથવા આવકવેરા વિભાગને સંતોષ થાય નહી તો પણ તમો અગાઉ કરતા ઓછો આવકવેરો ભરીને તમારુ રિટર્ન કલીયર કરાવી શકો છો.
નાણામંત્રી એ વિદેશમાં જે લોકોએ આવક કે સંપતિ મેળવી છે. તેઓને વન-ટાઈમ સેટલમેન્ટ હેઠળ આ પ્રકારની વિદેશી આવક સંપતિ જાહેર કરીને ઓછો વેરો પેનલ્ટી ભરી અન્ય કાનુની કાર્યવાહીથી બચવા માટે તક આપી છે તે જ રીતે બજેટની આ નવી માઈક્રો જોગવાઈ અંગે હવે કરવેરા નિષ્ણાંતોએ ખૂબજ મહત્વપૂર્ણ ગણાવી છે.
2026/27ના રજુ થયેલા બજેટમાં અનએકસપ્લેઈન્ડ ઈન્કમ જે આવકના સ્ત્રોત તમો આવકવેરાને સ્પષ્ટ કરી શકો નહી. તેના પર અગાઉ 60% ટેક્સ હતો જે અસરકારક રીતે 78% સુધી પહોંચતો હતો. હવે આ પ્રકારની આવક પરનો ટેક્સ 30% નિશ્ચિત થયો છે.
જો કે તેની પેનલ્ટી 10%માંથી વધારીને 200% કરવામાં આવી છે. આ નવી જોગવાઈ મુજબ જાહેર નહી થયેલી આવક (સ્થાનિક)માં 60% બેઝીક ટેક્સ અને 25% સરચાર્જ જે બેઝીક ટેક્સ પર લાગતો હતો અને 4% એજયુકેશન સેસ વસુલાતો હતો. તેમાં હવે બજેટ મંજુર થયા બાદ નવો દર લાગુ પડશે. જો કે તેમાં બે પ્રકારની સ્થિતિ પર આધારિત છે.
બજેટમાં પ્રસ્તાવ મુજબ આ પ્રકારની અનએકસપ્લેઈન્ડ આવક પર હવે 30% ટેક્સ વસુલાશે પણ પેનલ્ટી 10% માંથી વધારી 200% કરાઈ છે. પ્રથમ જો આવકવેરા વિભાગ આ અજાણ્યા સ્ત્રોત જેની કરદાતા સ્થિતિ કે સોર્સ સ્પષ્ટ કરી શકે નહી અને આકારણીને પડકારે તો 30% ટેક્સ 25% સરચાર્જ 4% સેસ અને જો તે કેસ ગુમાવી દે તો 200% પેનલ્ટી આમ તેના પર 99% જેવા બોજા આવશે. આ સ્થિતિમાં કોઈ અપીલ કે તેની પ્રક્રિયા થાય તો જ અમલમાં આવશે.
પણ જો કરદાતા આ આકારણીને સ્વીકારી લે તો તેને 200% પેનલ્ટી લાગશે નહી પણ તેમાં તેને વધારાનો 120%નો ટેક્સ ભરવો પડશે. આમ તેને કુલ 75% જેવો ટેક્સ વસુલાશે પણ જો આવકવેરા વિભાગ આકારણીમાં ડિમાન્ડમાં નોટીસ આપે તે પુર્વે સ્વૈચ્છીક રીતે પોતાની આ જાણીતા નહી તેવા સ્ત્રોતની આવક સ્વૈચ્છીક રીતે જાહેર કરે અને તેના પર તે જે સ્લેબમાં આવે તેમાં દર્શાવે તો આ સ્વૈચ્છીક જાહેર કરેલી આવક 39% ટેક્સ વસુલશે. આ સ્વૈચ્છીક જાહેરાતને જ લાગુ થાય છે અથવા તેને અન્ય જો જોગવાઈ લાગુ પડશે પણ કોઈ ફોજદારી કાર્યવાહી થશે નહી.