દુનિયામાં કોરોનાની મહામારીના કારણે લાખો માણસો મૃત્યુ પામ્યું છે, ત્યારે ભારતમાં બીજી લહેર ભારે કેહેર વર્તાવ્યા બાદ હવે કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે ભારત બાદ હવે પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ કે કેસો જોવાતા ફફડાટ વ્યાપી રહ્યો છે. પાકિસ્તાન પહેલા જ બ્રિટનમાં જોવા મળેલા કોરોના વાયરસના સ્ટ્રેન સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે હવે ભારતમાં દેખા દેનાર કોરોના વાયરસની પાકિસ્તાનમાં પણ એન્ટ્રી થયા બાદ ઈમરાન સરકાર ચિંતામાં છે.
ભારતમાં જોવા મળતા સ્ટ્રેનના કારણે સંક્રમિત થયેલા પાંચ દર્દીઓની ઓળખ કરી
પાકિસ્તાનના નેશનલ હેલ્થ ઈન્સ્ટિટ્યુશને ભારતમાં જોવા મળતા સ્ટ્રેનના કારણે સંક્રમિત થયેલા પાંચ દર્દીઓની ઓળખ કરી છે. પાકિસ્તાની અખબારે ઈન્સ્ટિટ્યુટના પ્રવક્તા સાજીદ ખાનના હવાલાથી કહ્યું છે કે, મે 2021માં જે સેમ્પલ લેવાયા હતા તેમાં બી.1.617.2 સ્ટ્રેન જોવા મળ્યો છે. એટલુ જ નહીં દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલો કોરોના વાયરસનો સ્ટ્રેન પણ પાકિસ્તાનમાં પ્રસર્યો છે. આવા પણ સાત દર્દીઓ મળ્યા છે.
ભારતના લોકોની પાકિસ્તાનમાં એન્ટ્રી બેન કરી હતી
સાજીદખાને કહ્યું હતું કે, પાકિસ્તાનમાં પહેલી વખત ભારતમાં દેખા દેનાર વાયરસ સામે આવ્યો છે. આવા દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની તપાસ શરુ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને આ વાયરસ ભારતમાં કહેર મચાવી રહ્યો હતો ત્યારે ભારતના લોકોની પાકિસ્તાનમાં એન્ટ્રી બેન કરી હતી.