મહેસાણા તાલુકા પોલીસનો મેવડ ટોલટેક્સ પાસે સપાટો:

Spread the love

 

મહેસાણામહેસાણા તાલુકા પોલીસે મેવડ ટોલટેક્સ પાસે વોચ ગોઠવીને એક શંકાસ્પદ કન્ટેનર ટ્રકમાંથી લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. કન્ટેનરમાં બનાવેલા ખાસ ગુપ્ત ખાનામાં છુપાવેલી કુલ 10,979 નંગ બોટલો અને બિયર ટીન મળી કુલ 59.85 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે રાજસ્થાની ચાલકની ધરપકડ કરી છે. મહેસાણા તાલુકા પોલીસનો સ્ટાફ હાઈવે પર મેવડ ટોલટેક્સ પાસે આવેલા જય ગોગા પાર્લર નજીક પેટ્રોલીંગમાં હતો. આ દરમિયાન નાગાલેન્ડ પાસિંગનું એક કન્ટેનર NL-01-AJ-9947 આવતા પોલીસે તેને રોકવા ઈશારો કર્યો હતો. પોલીસે કન્ટેનરની તપાસ કરતા 32 ફૂટ લાંબા કન્ટેનરના આગળના ભાગમાં ખાસ ચોરખાનું બનાવેલું જોવા મળ્યું હતું. આ ખાનું ખોલીને જોતા અંદરથી મોટી માત્રામાં વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી.
પોલીસે કન્ટેનરને સુરક્ષિત સ્થળે ખસેડી દારૂના જથ્થાની ગણતરી કરતા રોયલ સ્ટેગ, રોયલ ચેલેન્જ, ઓલ સીઝન્સ વ્હીસ્કી અને કિંગફિશર તથા બડવાઈઝર બિયર સહિતની કુલ 354 પેટીઓ અને 92 પેટી બિયર મળી આવી હતી. આ કુલ 10,979 બોટલોની કિંમત રૂ 44,75,758 થાય છે. પોલીસે રૂ. 15 લાખનું કન્ટેનર, મોબાઈલ અને રોકડ મળી કુલ રૂ 59.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા ચાલક રાજુખાન બરકતખાન કન્ડીયા (રહે. ઝાલોર, રાજસ્થાન) ની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ જથ્થો રાજસ્થાનના વિજયસિંહ નામના શખસે ભરાવ્યો હતો અને પંજાબથી લાવી અમદાવાદના અડાલજ ટોલનાકા પાસે પહોંચાડવાનો હતો. આ ફેરો મારવા બદલ ડ્રાઈવરને રૂ 25,000 મળવાના હતા. પોલીસે દારૂ મોકલનાર વિજયસિંહ, કન્ટેનર માલિક હિતેશ ઠાકુર અને દારૂ મંગાવનાર અમદાવાદના અજાણ્યા શખસ સહિતના તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *