ટ્રેડિંગમાં રોકાણ કરવાનું કહી વૃદ્ધ પાસેથી 53.70 લાખ પડાવ્યા

Spread the love

 

અમદાવાદના ચાંદખેડામાં રહેતા નિવૃત્ત વૃદ્ધને સાઇબર ગઠિયાઓએ ટ્રેડિંગ કરવાનું કહીને સારો નફો આપવાની લાલચ આપી હતી. શરૂઆતમાં નફા પેટે 10 યુએસ ડોલર પણ આપ્યા હતા.જેથી વૃદ્ધને વિશ્વાસ આવતા તેમણે ટુકડે ટુકડે 40 દિવસમાં 53.70 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું.વૃદ્ધને પૈસા ઉપાડવા દીધા ન હતા તેથી તેમણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે બીજા બનાવમાં મણીનગર પી.જી. હોસ્ટેલમાં રહેતી યુવતી સાથે 1.69 લાખનું ફ્રોડ થયું છે.ચાંદખેડામાં રહેતા 61 વર્ષીય વૃદ્ધ નિવૃત્ત જીવન ગુજારે છે. વૃદ્ધ યુટ્યુબ એપ્લિકેશનમાં વીડીયો જોતા હતા ત્યારે ત્યાં જાહેરાત આવી હતી જેમાં ટ્રેડિંગ કરવાથી વધુ કમાણી થશે તેવું જણાવ્યું હતું. આ જાહેરાતમાં આપેલી લીંક પર ક્લિક કરતા એક ફોર્મ આવ્યું હતું.જે ફોર્મ વૃદ્ધે ભર્યું હતું.
આ ફોર્મ ભર્યા બાદ તેમને અચાનક એક વ્યક્તિએ કંપનીના મેનેજર તરીકેની ઓળખ આપીને વાતચીત કરી હતી અને ઇન્વેસ્ટમેન્ટ માટે શરૂઆતમાં 21071 હજાર રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવા જણાવ્યું હતું.જેમાં વૃદ્ધને લિંક મોકલી હતી.
આ લિંક પર ક્લિક કરતા ટ્રેડિંગ પ્લેટફોર્મ ખુલ્યું હતું જેમાં વૃદ્ધે શરૂઆતમાં 21,071 રૂપિયાનું પેમેન્ટ પણ કર્યું હતું.આ પેમેન્ટ કર્યા બાદ તેમને નફો પણ બતાવતા હતા અને નફામાંથી તમને 10 ડોલર ઉપાડવા પણ દીધા હતા.શરૂઆતમાં 10 ડોલર ઉપાડવા દીધા. વૃદ્ધને વિશ્વાસ આવ્યો અને તેમને કંપનીની કામ યુવતી સાથે કરતા યુવતીએ વધુ રોકાણ કરવાનું કહ્યું જેથી વૃદ્ધે સેબી રજીસ્ટ્રેશનના પુરાવા માંગ્યા તો વૃદ્ધને સેબીના લોગો વાળા લેટર પણ મોકલી આપ્યા હતા. વૃદ્ધને વિશ્વાસ આવતા 11 ડિસેમ્બર થી 20 જાન્યુઆરી સુધી 53.70 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જ્યારે નફાની રકમ ઉપાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે કંપનીના કર્મચારીઓએ અલગ અલગ બહારના બતાવી તેમને પૈસા ઉપાડવા દીધા નહોતા. જે બાદ બેંકના કર્મચારી તરીકેની ઓળખ આપીને એક વ્યક્તિએ વાત કરીને વૃદ્ધને જણાવ્યું હતું કે તમારે ડેકલેરેશન ફી ભરવાની રહેશે જોકે વૃદ્ધને આ અંગે શંકા જતા તેમણે તપાસ કરી તો તેમની સાથે ફ્રોડ થયાની જાણ થઈ હતી. જેથી વૃદ્ધ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
મણીનગર પી.જી. હોસ્ટેલમાં રહેતી અને મુળ જામનગરની નમ્રતા રાવલ સાથે પણ 1.69 લાખ રૂપિયાનું ચિંટીગ થયુ છે.નમ્રતા રાવલ નરેન્દ્ર મોદી મેડીકલ કલોજમાં અભ્યાસ કરે છે. નમ્રતા સોશિયલ મિડીયામાં ટાસ્ક પુરા કરવા મામલે સાયબર ગઠીયાઓનો શિકાર બની છે.નમ્રતાને ગુગલમાંથી કેટલીક ચીજવસ્તુઓ શોધી તેના સ્ક્રીન શોર્ટ પાડીને ટેલીગ્રામના એક ગ્રુપમાં મુકવાનોં ટાસ્ક આપ્યો હતો.નમ્રતાએ આ ટાસ્ક પુરો કરતા તેને 400 રૂપિયા મળ્યા હતા. નમ્રતાને લાલચ જાગતા તેણે ક્રીપ્ટો કરન્સી અને બીટકોઈનમાં પૈસા નાખવા બાબતેના ટાસ્ક આપવા લાગ્યા હતા. ટાસ્ક આપતાની સાથેજ નમ્રતા વિશ્વાસમાં આવી ગઈ હતી અને ત્યારબાદ ગઠીયાઓ ટાસ્ક માટે રૂપિયા ભરવા પડશે તેમ કહીને 1.69 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ગઠીયાઓએ ચિંટીગ કરતા અંતે નમ્રતાએ મણીનગર પોલીસ સ્ટેશનમાં ચિંટીગની ફરિયાદ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *