શહેરમાં ડ્રગ્સ અને ગાંજાનું બેરોકટોક વેચાણ

Spread the love

ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રગ્સનો જથ્થો કસ્ટમે ઝડપી લીધા બાદ એસઓજીએ રિવરફ્રન્ટ પરથી એમડી ડ્રગ્સનો જથ્થો જ્યારે ઓઢવ પોલીસે હાઈબ્રીડ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે.રીવરફ્રન્ટ પરથી SOGએ 9 લાખથી વધુના એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપ્યો છે જ્યારે ઓઢવ પોલીસે હાઈબ્રિડ ગાંજા સાથે એકને ઝડપ્યો છે.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે, નહેરૂબ્રિજ પાસે આવેલી પતંગ હોટલની પાછળ રિવરફ્રન્ટ જવાના રસ્તા ઉપર નય્યાર રઝા નામનો શખસ એમડી ડ્રગ્સ લઈને યુગલો તેમજ નશેડીઓને વેચાણ માટે ફરી રહ્યો છે.બાતમીના આધારે એસઓજીની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગઈ હતી અને નય્યારની અટકાયત કરી લીધી હતી. 21 વર્ષિય નય્યાર રઝા કુરેશી અભ્યાસ કરે છે અને કાલુપુર ખાતે આવેલા પાંચપટ્ટી પાસે પરિવાર સાથે રહે છે.નય્યાર રઝા મુળ રાજસ્થાનના આબુરોડનો વતની છે. નય્યાર રઝાની અટકાયત કરીને તેની અંગ ઝડતી કરતા તેની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું. એસઓજીએ નય્યાર રઝાની ધરપકડ પુછપરછ કરી હતી. પુછપરછ દરમિયાન નય્યાર રઝાએ જણાવ્યુ હતુંકે રાજસ્થાનમાં તેનો મિત્ર સોહિલ બલોચ અને નઈમ શેખ રહે છે જે ડ્રગ્સનો કારોબાર કરે છે. આ ડ્રગ્સનો જથ્થો તેની પાસેથી લાવ્યો હતો અને અમદાવાદના સલમાન શેખને આપવાનો હતો.એસઓજીએ નય્યાર રઝા, સલામન શેખ, સોહેલ બલોચ અને નઈમ શેખ વિરૂદ્ધ ક્રાઈમ બ્રાંચમાં ડ્રગ્સનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.એસઓજીએ નય્યાર રઝા પાસેથી 9.48 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યુ છે.
ઓઢવ પોલીસની ટીમને બાતમી મળી હતી કે, અર્બુદાનગર ખાતે એક સફેદ કલરની વેગેનાર કારમાં ડ્રગ્સનો જથ્થો છુપાવેલું છે. બાતમીના આધારે ઓઢવ પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. પોલીસે ગાડીને કોર્ડન કરી લીધી હતી અને ડ્રાઈવરની અટકાયત કરી લીધી હતી.ડ્રાઈવરનું નામ રણજીતસિંહ સોલંકી છે અને તે ઓઢવ વિસ્તારમાં રહે છે. પોલીસ રણજીતસિંહ તેમજ કારની ઝડતી કરી હતી. જેમાથી વનસ્પતી મળી આવી હતી. રણજીતસિંહ આ વનસ્પતિ નહી પરંતુ હાઈબ્રીડ ગાંજો હોવાની કબુલાત કરી હતી.ઓઢવ પોલીસની પુછપરછમાં રણજીતસિંહે જણાવ્યુ હતું કે, તે ગાંજાનું છુટક વેચાણ કરે છે. રામોલ નાયરા પંપ પાસેની ગલીમાં સલીમ બમ્બઈયા પાસેથી 35 હજાર રૂપિયામાં ગાંજાનો જથ્થો લાવ્યો હતો અને કુલદીપ પંચાલને 40 હજાર રૂપિયામાં આપવાનો હતો. ઓઢવ પોલીસે રણજીસિંહ પાસેથી 1.56 હાઈબ્રિજ ગાંજા સહિત કુલ 3.61 લાખ રૂપિયાનો મુદ્દ્માલ જપ્ત કર્યો છે. ઓઢવ પોલીસે રણજીતસિંહ સોલંકી, સલીમ બમ્બઈયા અને કુલદીપ પંચાલ વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *