આઝાદીકા અમૃત મહોત્સવ ઈન્ડીયા@૭૫” અંતર્ગત ભારત સરકારશ્રીનાં કન્ઝ્યુમર્સ અફેર્સ ડીપાર્ટમેન્ટની રિજીનલ રેફરન્સ સ્ટાન્ડર્ડ લેબોરેટરી વટવા, અમદાવાદ દ્વારા અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રા.બા નો વિભાગ ગુજરાત તથા નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન કચેરી, ગુજરાતનાં સહયોગથી તા.૨૭/૫/૨૦૨૧ ના રોજ ધી લીગલ મેટ્રોલોજી (પેકેઝ્ડ) કોમોડીટીઝ રૂલ્સ-૨૦૧૧ જોગવાઈ ઉપર વિડિયો કોન્ફરન્સનાં માધ્યમથી વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભારત સરકારના ગ્રાહકોની બાબતોના વિભાગનાં અધીક સચિવ માન.શ્રી નિધી ખરે દ્વારા પ્રારંભિક ઉદબોધન કરી ગ્રાહકોના હીતમાં PCR ની ઉપયોગીતા અને લિગલ મેટ્રોલોજી કાયદાના સુચારુ રૂપે અમલીકરણ સંદર્ભમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું..
આ વેબીનારમાં ગુજરાત સરકારશ્રીનાં અ.ના.પુ.ગ્રા.બા વિભાગના સચિવશ્રી મહંમદ સાહિદ દ્વારા ગ્રાહક હીતમાં લીગલ મેટ્રોલોજીની કામગીરી વધુને વધુ અસરકારક બનાવવા સુચન કરવામાં આવ્યું હતું. પેકેજ કોમોડીટી રૂલ્સ-૨૦૧૧ ની જોગવાઈઓનો ગ્રાહકોના હિતોના રક્ષણ માટે અસરકારક અમલીકરણ કરવા ઉપર ભાર મુકવા માટે જણાવ્યું હતું. તેમજ તેમનાં દ્વારા IFP પોર્ટલ નો વધુમાં વધુ ઉપયોગ કરી સરકારની ઓનલાઈન સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તથા વિદેશથી ઈમ્પોર્ટ થતા ચીજ વસ્તુના ઈમ્પોર્ટસએ ગ્રાહકને પેકેજ સ્વરૂપમાં પેક થયેલી વસ્તુની સંપુર્ણ માહીતી મળે અને તે માટે ઉપરોક્ત નિયમોની જોગવાઈઓ ગ્રાહક હીતમાં કેટલી જરૂરી છે, તેનું જુદા જુદા અધિકારીશ્રીનાં વકતવ્ય દ્વારા જીણવટભર્યું માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું.. તેમજ આધુનિક યુગમાં Online ખરીદી વખતે કાયદા-નિયમો અનુસાર ઈ-કોમર્સ Platform પુરુ પાડતી કંપનીઓ દ્વારા શું તકેદારી રાખવાની હોય અને તેનો ભંગ થતો હોઈ તો ઉપરોક્ત કાયદા-નિયમો અનુસાર કાયદેસરની કાર્યવાહી થઈ શકે તેની પણ જીણવટભરી જાણકારી આપવામાં આવી હતી.
ભારત સરકારના ડાયરેક્ટર લીગલ મેટ્રોલોજી, ન્યુ દિલ્હી, શ્રી બી.એન.દિક્ષિત દ્વારા લીગલ મેટ્રોલોજી ડીપાર્ટમેન્ટની શરૂઆત તેનો ઈતિહાસ તેને લગતા કાયદા/નિયમો, અને તેની ઉપયોગીતા વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં નાયબ નિયંત્રકશ્રીઓ દ્વારા સદર વિડિયો કોન્ફરન્સમાં ભાગ લેનાર તમામ અધિકારીગણ તથા જુદાજુદા ઉદ્યોગનાં પ્રતિનિધીઓને પેકેજ્ડ કોમોડિટીઝ રૂલ્સ-૨૦૧૧ની જોગવાઈઓની ઝીણવટ ભરેલ સમજણ આપવામાં આવી હતી.
નિયંત્રક શ્રી ડી.એલ.પરમાર દ્વારા ગુજરાત રાજ્યમાં હાલમાં કોરોના સમયગાળામાં ગુજરાત રાજ્યમાં કાનુની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા ગ્રાહક સુરક્ષા અર્થે લીગલ મેટ્રોલોજી કાયદા-નિયમોનો અસરકારક અમલની કામગીરી અંગે ટુંકમાં ચિતાર રજુ કરવામાં આવ્યો હતો. તેમજ હાલનાં મહામારીમાં મેડિકલ ડિવાઈસ પર ધી લીગલ મેટ્રોલોજી (પેકેઝ્ડ) કોમોડીટીઝ રૂલ્સ-૨૦૧૧ નિયમો અન્વયે સઘન તપાસ તથા જરૂરી કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
શ્રી આશુતોષ અગ્રવાલ ડેપ્યુટી ડાયરેકટર RRSL અમદાવાદ દ્વારા ધી લીગલ મેટ્રોલોજી કાયદા-નિયમોની અસરકારકતા, ગ્રાહકોના હિતમાં તેની ઉપયોગીતા અને તેનું મહત્વ તે વિષય પર વિસ્તૃત પ્રેઝેન્ટેશન ના માધ્યમથી તમામને માહિતગાર કરવામાં આવ્યા. અંતમાં તમામ મહાનુભાવો તેમજ ભાગ લેનાર સર્વેનો આભાર માની વેબીનાર પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.