
ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્ય સરકારનું બજેટ રજૂ કરશે. જેમાં શહેરી વિકાસ, આરોગ્ય, કૃષિ, શિક્ષણ માટે ખાસ જોગવાઈઓ કરશે : ૨૦૨૫-૨૬માં બજેટનું કદ રૂ.૩.૭૦ લાખ કરોડ હતું. આ વખતે સેમિકન્ડક્ટર ઈકો-સિસ્ટમ માટે સાણંદ અને ધોલેરા માટે ખાસ ‘ઇન્સેન્ટિવ પેકેજ’ જાહેર થઈ શકે
ગુજરાત વિધાનસભા ગૃહમાં ૧૮મી ફેબ્રુઆરી-૧૦.૩૦ના રોજ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૬-૨૭નું વાર્ષિક બજેટ રજૂ કરશે બજેટના આંકડા અને છેલ્લા કેટલાક વર્ષોના ટ્રેન્ડના આપારે આપણે વર્ષ ૨૦૨૬-૨૭ માટે ૧૫ ગુજરાત સરકારના સંભિવત બજેટનો અંદાજ મૂકાય તો, ગુજરાતમાં દર વર્ષે લગભગ સરેરાશ ૧૦થી ૧૫ ટકાની આસપાસ વધારો થતો રહે છે. તે મુજબ આ વખતે ૨૦૨૬-૨૭માં રાજ્ય સરકારના બજેટનું કુલ કદ રૂ.૪.૧૦ લાખથી ૪.૨૨ લાખ કરોડ રહે તેવી શક્યતા છે.
વર્ષ ૨૦૨૫-૨૦માં સરકારના બજેટનું કુલ કદ રૂ. ૩,૭૦,૨૫૦ કરોડ હતું. જે વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટ કરતા લગભગ ૧૧.૪ ટકા વધારે હતું. વિકસિત ગુજરાત ( ૨૦૪૭: હેઠળ ગત વર્ષે જાહેર કરાયેલા રૂ. ૫૦,000 કરોડના ગુજરાત ફંડ હેઠળ આ વર્ષે વધુ ફાળવણી કરાશે. ÖGRIT (Gujarat State Institution for Tranformatices પ્રોજેક્ટ હેઠળ ફાળવણી થઈ શકે છે. એવી રીતે ગ્રીન એનર્જી અને ટેકનોલાક ક્ષેત્રે સેમિકન્ડક્ટર પોલિસી, રિન્યુએબલ એનર્જી અને ફ પાછળ ખર્ચ અને મોટી રકમની ફાળવણી નકારી શકાય તેમ નથી. જ્યારે સૌથી વધારે મહત્વ શહેરી વિકાસ વિભાગને અપાય તેમ લાગે છે. કેમકે, વર્ષ ૨૦૨૫ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે જાહેર કરાયું હોવાથી ૨૦૨૬-૨૭માં મેટ્રો પ્રોજેક્ટ્સ અને સ્માર્ટ સિટીઝ માટે ફાળવલી ચાલુ એશે. આ ઉપરાંત કેન્દ્ર સરકારના તાજેતરના બજેટમાં જાહેર કરાયેલી નવી યોજનાઓને ગુજરાતમાં વિસ્તારવા માટે પણ રાજ્ય સરકારના આ બજેટમાં મસમોટી જાહેરાતો કરાશે. નવી જાહેર કરયેલી નગરપાલિકા અને મદ્યનગરપાલિકાઓના આધુનિકીકરણ તથા તેમાં માળખાકીય સુવિધાઓ વિસ્તારવા માટે બજેટમાં ખાસ પેકેજ જાહેર કરાશે, એવી વિકસિત જ રીતે ગરીબ, યુવા, અન્નદાતા (ખેડૂત) અને નારી શક્તિ સરકારના માટેની નવી યોજનાઓ અથવા વર્તમાન સહાયમાં વધારો જોવા મળી શકે છે.(૪૦.૧૬)
શહેરી વિકાસ વિભાગમાં સંભવિત નવી યોજનાઓ
સ્માર્ટ ટ્રાફિક કલીયરન્સ મિશનઃ મોટા શહેરોમાં -આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ અને સીમલેસ મુસાફરી માટે ફલાયઓવર ગ્રીડ
સેટેલાઇટ ટાઉનશિપ ડેવલપમેન્ટઃ અમદાવાદ, સુરત અને રાજકોટની આસપાસ ‘નવા શહેરો (Gnate turma) વિકસાવવા માટે પાયાની સુવિધાઓની જાહેરાત
ઝીરો વેસ્ટ સિટીઃ કચરામાંથી ઊર્જા ઉત્પન્ન કરવાના પ્લાન્ટ્સ માટે નગરપાલિકાઓને વિશેષ ગ્રાન્ટ
શહેરી વનઃ દરેક મહાનગર પાલિકા વિસ્તારમાં ‘ઓક્સિજન પાર્ક’ અને મિયાવાડી પદ્ધતિથી જંગલો વિકસાવવા માટે કંડ
મહત્વના વિભાગોમાં સંભવિત અંદાજિત ફાળવણી
વિભાગ
સંભવિત ફાળવણી શા માટે
શિક્ષણ
રૂ.૬૦,૦૦૦ કરોડ મિશન સ્કૂલ્સ ઓફ એક્સલેન્સ માટે
આરોગ્ય
રૂ.૨૮,૦૦૦ કરોડ
દરેક જીલ્લામાં મેડિકલ કોલેજ પૂર્ણ કરવા માટે
કૃષિ
રૂ.૨૦,૦૦૦ કરોડ
સોલર પંપ અને નેચરલ ફાર્મિંગ પ્રોત્સાહન
ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ
રૂ.૧૨,૫૦૦ કરોડ ગ્રીન હાઈડ્રોજન મિશન માટે
સામાજિક ન્યાય
રૂ.૮,૨૦૦ કરોડ
ગૃહ વિભાગ
રૂ.૧૧,૦૦૦ કરોડ
સાયબર ક્રાઈમ અને પોલીસ આધુનિકીકરણ
વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ કેવું હોઈ શકે ? સંભવિત આંકડા
વિગત
૨૦૨૫-૨૬ મુજબ
૨૦૨૬-૨૭ (સંભવિત અંદાજ)
કુલ બજેટ કદ
રૂ.૩,૭૦,૨૫૦ કરોડ
રૂ.૪,૧૦,૦૦૦-રૂ.૪,૧૫,૦૦૦ કરોડ
મહેસૂલી આવક
રૂ.૨,૫૧,૫૩૩.૦૯ કરોડ
રૂ.૨,૮૦,૦૦૦-રૂ.૨,૯૫,૦૦૦ કરોડ
મહેસૂલી ખર્ચ
રૂ.૨,૩૧,૮૫૭.૮૮ કરોડ
રૂ.૨,૬૫,૦૦૦-રૂ.૨૭૫,૦૦0કરોડ
કુલ મહેસૂલી ખર્ચ
રૂ.૩,૬૫,૭૪૭ કરોડ
મૂડી આવક
રૂ.૧,૧૧,૭૦૧.૦૦કરોડ
રૂ.૧,૨૫,૦૦૦-રૂ.૧,૩૫,૦૦૦કરોડ
મૂડી ખર્ચ
રૂ.૧,૩૩,૮૮૮.૯૭ કરોડ
રૂ.૧,૫૦,૦૦૦-રૂ.૧,૬૦,૦૦૦ કરોડ
કુલ મુડી ખર્ચ
રૂ.૨,૪૫,૫૯૦કરોડ
નોંધઃ મહેસુલી પુરાંતઃ ગુજરાત સતત મહેસુલે પુરંત ધરાવતું
રાજ્ય હોવાથી આ વર્ષે
આશરે રૂ.૨૨,૦૦૦કરોડની પુરંત
અંદાજમાં આવી શકે છે.